Tuesday, December 7, 2021
Homeસુમૂલ ડેરીના ટેન્કર ચાલકને ચપ્પું દેખાડીને 4 લાખની લૂંટનો કેસ ઉકેલાયો
Array

સુમૂલ ડેરીના ટેન્કર ચાલકને ચપ્પું દેખાડીને 4 લાખની લૂંટનો કેસ ઉકેલાયો

સુરત જિલ્લાના બારડોલીમાં સુમુલ દૂધના ટેન્કરમાં 4 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. સુરત ગ્રામ્ય એસઓજીએ લૂંટમાં સંડોવલાયેલા 8 પૈકી 6 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ લૂંટના 4 લાખ રૂપિયા પણ કબજે કર્યાં છે. સુમૂલ દૂધના ટેન્કરચાલકને ચપ્પું બતાવીને લૂંટ સાથે ખાનગી સાધનમાં 15 હજાર લીટર દૂધ પણ કાઢી લીધું હતું. તમામ લૂંટારુઓ દિવસોથી સુમુલના જેતે વિસ્તારમાં ટેન્કરના આવક-જાવકની રેકી કરતા અને ચોક્કસ જગ્યાએ દૂધની લૂંટ કરવાની તરકીબ ધરાવતા હતા.

જોકે દૂધના વેચાણના પૈસા વેચવા તમામ શખ્સો કડોદરા ચાર રસ્તા નજીક ભેગા થયા હતા. પણ પૈસાની વહેંચણી કરે તે પહેલા જ SOG પોલીસે દબોચી લીધા. અને ૪ લાખ રોકડા, ત્રણ બાઈક, ૮ મોબાઈલ, ચપ્પું મળી ૪ લાખ ૮૧ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. ઘટના દિવસે ધુલીયા ચોકડી પરથી ટેન્કર લૂંટ થઇ એ ટેન્કર નજીકના સીસીટીવી કેમેરા જોવા મળ્યો હતો. જેની મદદથી સમગ્ર લૂંટનો ભેદ ઉકેલાયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments