Thursday, September 23, 2021
Homeસુરક્ષા અધિકારીઓ રેસ્ટોરાંમાં ભારત સાથે વેપન્સ ડીલના દસ્તાવેજ ભૂલી ગયા, વેઇટરે પરત...
Array

સુરક્ષા અધિકારીઓ રેસ્ટોરાંમાં ભારત સાથે વેપન્સ ડીલના દસ્તાવેજ ભૂલી ગયા, વેઇટરે પરત કર્યા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇઝરાયલ અને ભારતની વચ્ચે હથિયાર ડીલના ગુપ્ત દસ્તાવેજ એક રેસ્ટોરાંના વેઇટરની સમજણ ના કારણે લીક થતા બચી ગયા. ઇઝરાયલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે દેશના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ મીર બેન શબ્બત ડિફેન્સ અને વેપન્સ ડીલ પર વાત કરવા ભારત આવ્યા હતા, ત્યારે તેમના ડેલિગેશનથી એક મહત્વના દસ્તાવેજ રેસ્ટોરાંમાં જ રહી ગયા. જો કે, અહીં કામ કરનારા વેટરે કોઇ પણ જાતની ચૂક વગર એક મિત્રની મદદથી તમામ દસ્તાવેજ ભારત સ્થિત ઇઝરાયલની એમ્બેસી પહોંચાડ્યા.

ભારત સાથે વેપન્સ ડીલ પર ચર્ચા
શબ્બત ભારતમાં સુરક્ષાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોતાના સમકક્ષ અજીત ડોભાલને મળ્યા હતા. અહીં તેઓએ બંને દેશોની વચ્ચે અલગ અલગ હથિયાર સોદા પર વાત કરી હતી. તેમાં આધુનિક જાસૂસી વિમાનોથી લઇને એન્ટી-ટેન્ક મિસાઇલ, ડ્રોન અને રડામ સિસ્ટમ ખરીદવાની ચર્ચા સામેલ હતી.
ઉતાવળમાં દસ્તાવેજ રહી ગયા
ઇઝરાયલની વેબસાઇટ હારેત્ઝે દાવો કર્યો છે કે ભારત આવતા પહેલાં એનએસએ શબ્બતના એક સાથીએ હથિયારો સાથે જોડાયેલા કેટલાંક ગુપ્ત દસ્તાવેજ પ્રિન્ટ કરી દીધા હતા. ઉડાન ભરતાં પહેલાં ડેલિગેશને એક રેસ્ટોરાંમાં ડિનર કર્યુ હતું. આ દરમિયાન ઉતાવળમાં દસ્તાવેજ રેસ્ટોરાંમાં જ છૂટી ગયા હતા. જો કે, આ કોઇ દુશ્મન જાસૂસના હાથે લાગવા ના બદલે રેસ્ટોરાંમાં વેઇટરને જ મળી ગયા.
મિત્રની મા ઇઝરાયલ એમ્બેસીમાં કામ કરતી હતી
વેઇટરે આ દસ્તાવેજોની ગોપનીયતાને સમજતા એક મિત્રને સંપર્ક કર્યો, જેની માતા ભારત સ્થિત ઇઝાયલ એમ્બેસીમાં કામ કરતી હતી. વેઇટરના મિત્રએ પણ ફ્લાઇટમાં ભારત પહોંચ્યો અને પોતાની માતા સુધી ગુપ્તદસ્તાવેજો પહોંચાડ્યા . આખરે આ દસ્તાવેજ કોઇ છેડછાડ વગર એમ્બેસીના સુરક્ષા અધિકારીઓ સુધી પહોંચી ગયા.
દસ્તાવેજ ગુમ થવાથી નુકસાન નહીં
ઇઝરાયલની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી કરેલી તપાસમાં સામે આવ્યું કે, દસ્તાવેજો રેસ્ટોરાંમાં ગુમ થવાથી દેશની સુરક્ષાને કોઇ નુકસાન નથી થયું. વેઇટરની સમજદારી આ દસ્તાવેજ કોઇ જાસૂસ અથવા ખોટાં હાથો સુધી પહોંચી શક્યા નથી. જો કે, મામલાની તપાસ બાદ દસ્તાવેજ ખોઇ નાખનાર શબ્બદના મિત્રોને ચેતવણી આપવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments