Wednesday, December 8, 2021
Homeપ્રથમવાર ભારત આવ્યો ત્યારે 6 સપ્તાહ મેં માત્ર બ્રેડ ખાધી, તરસ લાગે...
Array

પ્રથમવાર ભારત આવ્યો ત્યારે 6 સપ્તાહ મેં માત્ર બ્રેડ ખાધી, તરસ લાગે તો કોલ્ડડ્રિન્ક્સ પીધી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે ૧૯૭૯માં સૌપ્રથમવાર ભારતપ્રવાસે આવી રહ્યો હતો ત્યારે મારા મનમાં એવો ડર પેદા કરવામાં આવ્યો હતો કે ભારતમાં તીખું તમતમતું ભોજન જ મળે છે અને ત્યાંનું પાણી પણ પીવાલાયક હોતું નથી. આ ડરને કારણે ભારતપ્રવાસે આવ્યો ત્યારે સતત છ સપ્તાહ સુધી મેં માત્ર બ્રેડ ખાઇને પેટ ભર્યું હતું અને તરસ લાગે તો કોલ્ડ ડ્રિન્ક્સ પી લેતો હતો તેવો ખુલાસો ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની એલન બોર્ડરે કર્યો છે.

‘ભારત પ્રવાસ એ મારી કારકિર્દીનો સૌપ્રથમ પ્રવાસ હતો

ગાંધીનગર ખાતે યોજાઇ રહેલી વાઇબ્રન્ટ સમિટમાં લેજન્ડ બેટ્સમેન એલન બોર્ડર ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિમંડળ સાથે ભાગ લઇ રહ્યા છે. એલન બોર્ડરે ભારતના સંસ્મરણો તાજા કરતાં જણાવ્યું હતું કે, ‘ભારત પ્રવાસ એ મારી કારકિર્દીનો સૌપ્રથમ પ્રવાસ હતો. ભારતપ્રવાસમાં મારે સળંગ છ સપ્તાહ સુધી બ્રેડ-જામ ખાાઇને જ પેટ ભરવું પડયું હતું. જોકે, એ સમયના અને અત્યારના ભારતમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. ભારત આવું ત્યારે હવે મને મારા મનપસંદ ભોજનની ખોટ પડતી નથી. ભારતની હોટેલ પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ હોેટેલને સમકક્ષ થઇ ગઇ છે.

ભારતના ફાસ્ટ બોલરોએ સારો દેખાવ કર્યો

એલન બોર્ડરે વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ‘એક સમયે ઓસ્ટ્રેલિયા જેવા જનૂન સાથે મેદાનમાં ઉતરતી તેવું જનૂન ભારતીય ટીમમાં જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતના ફાસ્ટ બોલરોએ સારો દેખાવ કર્યો હતો. આ જ રીતે ભારતના પ્રવાસ વખતે ઓસ્ટ્રેલિયન સ્પિનરો છવાઇ ગયા હતા. ભારત-ઓસ્ટ્રેલિયાની શ્રેણી ઓસ્ટ્રેલિયામાં એશિઝ બાદ સૌથી લોકપ્રિય છે. ઇંગ્લેન્ડ બાદ ભારત એવી ટીમ છે જેની સામે અમે હારવાનું પચાવી શકતા નથી. ‘

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments