સુરતઃ JCP હરિકૃષ્ણ પટેલનો વીડિયો વાઈરલ, બોલ્યા કે આ લોકો માટે પોલીસ સ્ટેશન આવવું નહીં

0
24

સુરતના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ હરિકૃષ્ણ પટેલના નિવેદનથી વિવાદ થાય તેવો વીડિયો વાયરલ થયો છે. લોકોને સંબોધતા કહ્યું કે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ માટે પોલીસ સ્ટેશન આવવું નહીં. જે માણસોએ ગુન્હો કર્યો હોય અને પોલીસ સ્ટેશનમાં લવાયા હોય તો તેવાની પાછળ આંદોલનનો ચહેરો બનીને પોલીસ સ્ટેશન આવવું નહીં. આંદોલનની આડમાં પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરશો નહીં.

વીડિયોમાં તેઓ પાટીદાર અનામત આંદોલનના નેતાઓને ટાર્ગેટ કરતા હોય તેવું નિવેદન આપી રહ્યા છે. જેસીપીએ કહ્યું કે પાટીદાર સમાજની પહેલા જે સ્વીકૃતી હતી તેનાથી હાલ ઘટી ગઈ છે. પહેલા બધી જ્ઞાતિના લોકો પટેલ સમાજને સમર્થન આપતા હતા અને જ્યાં પટેલોની વસ્તી ઓછી હતી ત્યાં પણ પટેલોની વાહ વાહ થતી હતી. પરંતુ આંદોલનના કારણે અન્ય જ્ઞાતિના લોકો પટેલ સમાજની વિરુદ્ધ થઈ ગયા. આંદોલનકારી નેતાઓ વિશે કહ્યું કે નેતાઓના વાણીવિલાસના કારણે સમાજનું આવુ ચિત્ર ઉભું થયું છે. જે માટે સમાજના લોકોએ ચેતવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here