Thursday, September 23, 2021
Homeસુરતથી દિલ્હી, કોલકતા, ગોવા અને હૈદરાબાદ ફ્લાઈટ બિઝિએસ્ટ રૂટમાં સામેલ
Array

સુરતથી દિલ્હી, કોલકતા, ગોવા અને હૈદરાબાદ ફ્લાઈટ બિઝિએસ્ટ રૂટમાં સામેલ

સુરતઃ સુરત એરપોર્ટના રનવેની ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) શરૂ થઈ ગઈ છે. એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સના પાયલોટ એરપોર્ટના રનવેની આઇએલએસની મદદથી ફ્લાઇટ પણ રનવે પર ઊતારતા થઈ ગયા છે. દરમિયાન સુરતને સાંકળતી વિવિધ ફ્લાઈટના રૂટ જે તે એરપોર્ટના બિઝિએસ્ટ રૂટમાં સ્થાન પામી રહ્યા છે. જેમાં દિલ્હી, કોલકતા, ગોવા અને હૈદરાબાદ શહેરને સાંકળતી ફ્લાઈટ બિઝિએસ્ટ રૂટમાં આવી રહી છે.

ફ્લાઈટના પેસેન્જર ટ્રાફિક જાહેર

મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં વિવિધ એરપોર્ટ સાથેની ફ્લાઈટના પેસેન્જર ટ્રાફિક જાહેર થયા છે. અને એરપોર્ટના બિઝિએસ્ટ રૂટ નક્કી થયા છે. દિલ્હી એરપોર્ટથી ઓપરેટ થતી વિવિધ ફ્લાઈટમાં દિલ્હી-સુરત-દિલ્હી રૂટ 47,986 મુસાફરો સાથે દિલ્હીનો 22માં નંબરનો બિઝિએસ્ટ રૂટ બન્યો છે. જ્યારે કોલકતા એરપોર્ટ પર કોલકતા-સુરત-કોલકતા 18,515 મુસાફરો સાથે ત્યાનો 16મો વ્યસ્ત રૂટ, ગોવા એરપોર્ટ પર ગોવા-સુરત-ગોવા 14,014 મુસાફરો સાથે ત્યાંનો 8માં નંબરનો બિઝિએસ્ટ રૂટ બન્યો છે. અને હૈદરાબાદ એરપોર્ટ પર હૈદરાબાદ-સુરત-હૈદરાબાદ ફ્લાઈટ રૂટ 20માં નંબરનો વ્યસ્ત રૂટમાં સામેલ થયો છે.

અન્ય એરલાઈન્સ સુરત આવવાની આશા

હાલમાં સુરત એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે. સુરતને સાંકળતી વિવિધ ફ્લાઈટને મળી રહેલા નોંધપાત્ર પ્રતિસાદના પગલે અન્ય એરલાઈન્સ કંપનીઓ પણ સુરત પર નજર દોડાવી રહી છે. થોડી દિવસોમાં અન્ય નવી એરલાઈન્સ કંપનીઓના રૂટ મળવાની સંભાવનાઓ રહેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments