Tuesday, January 18, 2022
Homeસુરતના અડાજણમાં મુકાયેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખરાબ પાણીથી સ્થાનિકો પરેશાન
Array

સુરતના અડાજણમાં મુકાયેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખરાબ પાણીથી સ્થાનિકો પરેશાન

સુરતઃઅડાજણ વિસ્તારમાં આવેલા કવિ કલાપી ગાર્ડનમાં 7 કરોડના ખર્ચે પાલિકાએ મુકેલું એક એમએલટી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખામી છે.જેના પગલે પાણી શુધ્ધ કરી ગાર્ડનના તળાવમાં છોડવામાં આવે છે તે હજી પણ કાળા રંગનું ગંદુ અને વાસ મારતું નીકળી રહ્યું છે. પરિણામે અહીં વોકિંગ, જોગિંગ કરવા અને પરિવાર સાથે આનંદ માણવા આવતા લોકોને ભારે દુર્ગધનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ લોકોનું સ્વાસ્થય પણ જોખમાયું છે.

ગટર- ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી તેને ઔદ્યોગિક વપરાશ તેમજ શહેરના બાગ-બગીચાઓ તથા પ્લાન્ટેશનમાં ઉપયોગ કરી શકાય તેવા હેતુ સાથે પાલિકાએ શહેરના બગીચાઓમાં પણ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવાનું આયોજન કર્યું અને તેના ભાગરૂપે સુરત અડાજણના કવિ કલાપી ગાર્ડનમાં પહેલું ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કર્યો હતો. ત્રણ મહિના પહેલા જ લગાવવામાં આવેલા આ પ્લાન્ટમાં ખામી રહી જતા હવે આ પ્લાન્ટ લોકો માટે માથાના દુઃખાવા સમાન સાબિત થયો છે.

જાણવા મળ્યું હતું કે, એમએલડી જેટલી ક્ષમતાવાળો નાનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાગી જ ન શકે.સાથે વાસમુક્ત અને પ્રમાણમાં ચોખ્ખું પાણી બહાર નીકળવું જોઈએ પણ આ પ્લાન્ટમાંથી ગંદુ કાળુ અને વાસ મારતું પાણી બહાર નીકળે છે. પ્લાન્ટમાં એરિયેશન માટે ફુવારા નંખાયા નથી. જેના કારણે પાણી સીધુ જ તળાવમાં જાય છે. જેથી, તીવ્ર વાસ મારે છે.ટ્રીટમેન્ટ કરાતા પાણીમાંથી બાયોમેડિકલ ઓકિસજન ડિમાન્ડ (બીઓડી) તથા કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (સીઓડી) અને સસ્પેન્ડેડ સોલિડ(એસએસ)ના ધારાધોરણ જળવાતા નથી અને તેને છોડી મુકવામાં આવે છે.આ  કારણોને લઈને મચ્છર મારવા માટે તળાવમાં છોડાયેલી ગપ્પી માછલીનું પણ મરણ થાય છે અને આ ડહોળા-વાસ મારતા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

આ અંગે નિરવ શાહ, ડેપ્યુટી મેયર કહે છે કે, તમારો પ્રતિનિધિ તમારા આંગણેના મારા કાર્યક્રમમાં ગાર્ડનમાં વોક માટે આવતા લોકોએ મને ટર્શરી ટ્રીટમેન્ટમાંથી છોડાતું પાણી દુર્ગધયુક્ત હોવાનું અને તળાવ નહી ભરાતું હોવાની ફરિયાદ કરી છે. જે અંગે હું તપાસ કરાવીશ અને જરુર પડે તે પગલા લેવડાવીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular