Tuesday, December 7, 2021
Homeસુરતના અડાજણમાં સ્કૂલ વાનમાંથી બાળક ઉતરતી વખતે કચડાયો
Array

સુરતના અડાજણમાં સ્કૂલ વાનમાંથી બાળક ઉતરતી વખતે કચડાયો

સુરતઃ  અડાજણ વિસ્તારમાં એક સ્કૂલ વાનના ચાલકે બાળક ઉતરે તે અગાઉ ચાલતી કરી દીધી હતી. જેથી બાળક નીચે ફંગોળાઈને પડ્યું હતું. અને સ્કૂલવાન બાળકના પગ પરથી પસાર થઈ ગઈ હતી. જો કે બાળકના શરીર પરથી વાન ચાલી ગયા બાદ પણ બાળકને કોઈ ઈજા ન થતા તેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. આખી ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

દાંડી રોડ પર આવેલી સંસ્કારકુંજ શાળામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતાં આરવ પ્રદીપ પટેલ અડાજણથી સ્કૂલવાનમાં અભ્યાસ કરવા જાય છે.જે સ્કૂલેથી પરત ફર્યા બાદ વાનમાંથી નીચે ઉતર્યો નહોતો. વાનનો દરવાજો ખુલ્લો હતો અને ચાલકે વાન ચલાવી મુકી હતી. આ દરમિયાન આરવ નીચે ફંગોળાઈને પટકાયો હતો. જેથી જમણા પગના ગોઠણ પર અને ડાબા હાથ વાનના ટાયર નીચે આવી જતાં ઈજાઓ પહોંચી હતી. સાથે જ પેટની ડાબી બાજુ પણ છોલાયું હતું. જેથી તેને તાત્કાલિક નજીકના દવાખાને પાટાપીંડિ કરાવવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments