Saturday, September 25, 2021
Homeસુરતના અબ્રામાથી રૂપિયાની લેતી દેતીમાં વૃદ્ધનું અપહરણ કરી ફટકાર્યા
Array

સુરતના અબ્રામાથી રૂપિયાની લેતી દેતીમાં વૃદ્ધનું અપહરણ કરી ફટકાર્યા

અબ્રામાથી એક વૃદ્ધનું રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરી વરાછાની એક ઓફિસમાં માર મરાયો હોવાની ઘટના બહાર આવી છે. માથાભારે ઈસમ માણસો સાથે બાઇક પર અપહરણ અને માર માર્યા બાદ ભટારના એક કારખાનામાં છોડી ચાલી ગયા હોવાનું વૃદ્ધે કહ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા વૃદ્ધએ એક અઠવાડિયા પહેલાં પણ માતાભારે ઈસમ આવી જ રીતે જોર જબરજસ્તીથી મામાના દીકરાના કારખાને લઈ આવ્યો હતો અને લગભગ અઢી લાખના કાપડનો તૈયાર માલ લઈ ગયો હોવાનો આરોપ પણ મૂક્યો હતો. હાલ આ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રમેશભાઈ કલ્યાણભાઈ ડાયાણી (પીડિત) એ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી વરાછા અને કાપોદ્રામાં માથાભારે ઇસમ તરીકે ઓળખ ધરાવતા મુકેશનામનો ઇસમ રૂપિયાની લેતી દેતીને લઈ હેરાન કરી રહ્યો છે. આજે વહેલી સવારે લગભગ 3 વાગ્યાના અરસામાં મુકેશ કેટલાક માણસો સાથે તેમના ઘરે આવ્યો હતો. ત્યારબાદ બાઇક ઉપર બેસાડી તેની ઓફીસ પર લઈ ગયો હતો. જ્યાં ઢોરની જેમ ફટકારી તેમને ભટાર નજીક મામાના દીકરાના કારખાને લવાયા હતા. જ્યાં મુકેશે તૈયાર સાડીઓનો જથ્થો માગ્યો હતો. જોકે, તેઓ બેભાન થઈ ગયા બાદ તેમણે હોસ્પિટલમાં ભાનમાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, માથાભારે મુકેશે એક અઠવાડિયા પહેલા પણ આવી રીતે જ બળજબરીથી મામાના દીકરાના કારખાનેથી લગભગ અઢી લાખનો સાડીનો જથ્થો લઈ ગયો હતો. જોકે,  ઘટનાની તપાસ કરતી પોલોસે જણાવ્યું હતું કે, રમેશભાઈ વિરુદ્ધ વરાછા-કાપોદ્રામાં રૂપિયાની લેતી દેતીના મામલે તપાસ પણ ચાલી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આખી ઘટનાને લઈ તપાસ ચાલી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments