સુરતના ઉદ્યોગોને રાહત મળવાની આશા, ડાયમંડ-ટેક્સટાઈલ-જરી ઉદ્યોગની માંગો

0
72

સુરતઃ ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે વચગાળાનું બજેટ રજુ કરશે. ત્યારે આ બજેટની સાથે સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને જરી ઉદ્યોગનીની તમામ સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા ઉદ્યોગવર્ગમાં જોવા મળી રહી છે.

ત્રણેય મુખ્ય ઉદ્યોગોની મુખ્ય માંગણીઓ

સુતરના ત્રણેય મુખ્ય ઉદ્યોગોની માંગણીઓમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની ટર્ન ઓવર ટેક્ષની માંગણી છે. કારણ કે મુંબઈના ભારત ડાયમંડ બૂર્સમાં ઓક્શન હાઉસ તૈયાર થયું હોવા છતાં વિશ્વભરની ડાયમંડ માઈનિંગ કંપીઓ સીધી રફનું વેચાણ કરી શકતી નથી. તો ટેક્સટાઈલ ઉદ્યોગમાં મુખ્યત્વે વિવિંગ ઉદ્યોગની માંગ લેપ્સ થતી ક્રેડિટ પર આપવા અથવા આપઓવ કરવા તથા રફિંડ આપવાની માંગણી મુખ્ય છે. સુરત રિજિયનના ડાઈંગ-પ્રોસેસિંગ એકમોની કરોડોની રકમનું રિફંડ પણ બાકી છે. જ્યારે ટ્રેડિશનલ-ઈમિટેશન જરી પર 12 ટકા જીએસટીનો દર લાગુ છે. તેને બદલે 5 ટકા ટેક્ષ લાગુ કરવાની માંગ જરી ઉદ્યોગના જુદા જુદા સંગઠનો કરી રહ્યા છે.

ડાયમંડ ઉદ્યોગને આ રાહતોની આશા
 • કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ તેમજ કલર્ડ સ્ટોન પરથી આયાત ડ્યૂટી ઘટાડી 2.5 ટકા કરવામાં આવે
 • ઈમ્પોર્ટેડ ગોલ્ડ પરની ડ્યૂટી 10 ટકાથી ઘટાડી 4 ટકા કરાય
 • વિદેશી ડાયમંડ માઈનીંગ કંપનીઓ રફનું વેચાણ કરી શકે તે માટે આવકવેરાના નિયમોમાં સુધારો કરવામાં આવે
 • સિન્થેટીક અને નેચરલ રફ ડાયમંડને અલગ તારવવા માટે એચએસએન કોડ અલગ કરાય
 • વિદેશી કંપનીઓ પણ ભારતમાં ડાયમંડ પોલિશ્ડનું જોબવર્ક કરાવી શકે તે માટે જોબવર્ક પોલિસી બનાવાય
 • ગુડ્ઝના રિ-ઈમ્પોર્ટ પર વસૂલાતો આઈજીએસટી દૂર કરાય
 • ડાયમંડ ઈન્ડસ્ટ્રીને સરળતાથી ધિરાણ મળે તેવી પોલિસી બનાવાય
કાપડ-જરી ઉદ્યોગની માંગણી
 • કાપડ ઉદ્યોગ પરથી જીએસટીની આઈટીસી-04ની જોગવાઈ રદ થાય
 • જીએસટી રિટર્નમાં સરળીકરણ કરવામાં આવે
 • ટ્રેડિશનલ અને ઇમિટેશન એમ બંન્ને પ્રકારની જરી માટે એકસમાન જીએસટી 5 ટકાનો રાખવામાં આવે
 • જરીને ગૃહ ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવે
 • વીવીંગ ઈન્ડસ્ટ્રીને 31 જુલાઈ 2018 સુધીની જમા આઈટીસી મળે તે માટે નોટિફીકેશન જાહેર કરી લેપ્સ શબ્દ દૂર કરવામાં આવે
 • વીવર્સને આંતરરાષ્ટ્રીય કિંમતે યાર્ન મળી શકે તે માટે આયાતી યાર્ન પર ઈમ્પોર્ટ ડ્યૂટી એન્ટી ડમ્પીંગ ડ્યૂટી દૂર કરાય.
 • વીવીગ અને પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીને ટફ યોજના હેઠળ 30 ટકા સબસીડી અપાય
 • સ્પેશિયલ ઇકોનોમિક સેલ શરૂ કરી ઉઠમણાં થતાં અટકાવવા પગલાં લેવામાં આવે
 • ટફ હેઠળ રોકાણની મર્યાદા વધારીને પાંચ કરોડ કરવામાં આવે અને જૂના કેસનું નિરાકરણ
 • વિયેતનામ સહિતના પાડોશી રાષ્ટ્રમાંથી ભારતમાં આયાત થતા સસ્તા ફેબ્રિક્સ પર વધારાની 10 ટકા કસ્ટમ ડ્યૂટી લાગુ પડાય

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here