Tuesday, December 7, 2021
Homeસુરતના ઉધનામાં તસ્કરોએ મોબાઈલ શોપનું શટર તોડીને હાથ સાફ કર્યો
Array

સુરતના ઉધનામાં તસ્કરોએ મોબાઈલ શોપનું શટર તોડીને હાથ સાફ કર્યો

સુરતઃઉધના વિસ્તારમાં તસ્કરોએ મોબાઈલ શોપને નીશાન બનાવી લાખોના મોબાઈલ ચોરી ગયા હોવાની વાત બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ગુડલક મોબાઈલ નામની દુકાનમાં કેટલાક અજાણ્યા તસ્કરો બે લાખથી વધુની રોકડ અને મોબાઈલ ચોરી નાસી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. ગુરૂવારની મોડી રાત્રે તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. તસ્કરોએ દુકાનમાં પ્રવેશતા પહેલા સીસીટીવીને પણ વાળીને સ્વિચ બંધ કરી પોતાની ઓળખ છુપાવવામાં સફળ રહ્યા હતા. શુક્રવારની વહેલી સવારે ઘટનાની જાણ થતાં દુકાન માલિક દોડી આવ્યા હતા.ઘટનાની જાણ બાદ ઉધના પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી. થોડા દિવસ અગાઉ નજીકમાં જ આવેલ મકાનમાંથી પણ લાખોની ચોરીની ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે આખી ઘટના બીજી દુકાનના CCTV માં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments