Friday, March 29, 2024
Homeસુરતના ઉધનામાં બંધ મકાનમાંથી 5.35 લાખના સોનાના દાગીના રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ
Array

સુરતના ઉધનામાં બંધ મકાનમાંથી 5.35 લાખના સોનાના દાગીના રોકડાની ચોરી સીસીટીવીમાં કેદ

- Advertisement -

સુરત :  નવા ફલેટના ફર્નીચર બનાવવા માટે રાખેલી બે લાખની રોકડ અને ઘરેણાં મ‌ળી 5.35 લાખની ઘરમાંથી ચોરી થતા વેપારીએ મંદીના સમયમાં વધુ એક સકંટ વેઠવાનો વારો આવ્યો છે. સીસીટીવી કેમેરામાં 18 થી 20 વર્ષની વયના બે બદમાશો ચોરી કરવા માટે આવતા નજરે પડે છે. જેના આધારે ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ઉધના ગુજરાત હાઉસીંગ રોડ પર કલ્યાણ કુટીરમાં રહેતા અને સાડીઓમાં જોબવર્કનું કામ કરતા ઘનંજય દેવીદાસ બાવીસ્કર અને તેની પત્ની બન્ને જણા 24મી તારીખે બપોરે ધંધાકીય કામ માટે ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનના તાળા ડુપ્લીકેટ ચાવીથી ખોલીને કબાટમાંથી 2 લાખની રોકડ અને 3.35 લાખના ઘરેણાંની ચોરી કરી ફરાર થયા હતા. વેપારીએ થોડા દિવસો પહેલા નવો ફલેટની ખરીદયો હતો અને તેના ફરનીચર માટે રકમ રાખી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular