સુરતના ઉધનામાં બીઆરટીએસ રૂટમાં સિટી બસની અડફેટે માસૂમ બાળકનું સહિત બેનાં મોત

0
49

સુરતઃ ઉધના વિસ્તારમાં આવેલા ભાજપ ના કાર્યાલય સામે બીઆરટીએસ રૂટમાં રસ્તો ક્રોસ કરી રહેલા ચારને સિટી બસે અડફેટે લીધી હતાં. ચારમાંથી ત્રણને ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક બાળકનું મોત નીપજ્યું હતું. એક્સિડન્ટના પગલે લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કરીને બસના કાચ તોડી નાખ્યા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે સૌ પ્રથમ સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં દિનેશ પટેલ અને બાળકને મૃત જાહેર કરાયાં હતાં.

માતા સાથે જઈ રહેલો બાળકનું મોત

ઉધના બીઆરટીએસ રૂટ પર માર્કેટમાં ખરીદી કરવા ગયેલા  રોશની મનોજ પટેલ નામની મહિલા પોતાના નાના બાળક સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. ત્યારે સામેથી પૂરપાટ આવતી બસે અડફેટે લેતા રોશની સહિત ચારેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં રોશનીના દોઢક વર્ષની બાળકી વિનીનું મોત થયું હતુ. જ્યારે દિનેશ અર્જુન પટેલ (55)ડીંડોલી રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ ભાઠેના માર્કેટમાં નોકરી કરે છે. પ્રીતિ દિનેશ પટેલ (26) બસ (નંબર જીજે 5 બી ઝેડ 720 )ની અડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. બાદમાં લોકોએ ભાજપ કાર્યાલય સામે નારેબાજી પણ કરી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દિનેશ પટેલનું મોત નીપજ્યું હતું.

14 માસમાં 12ના મોત
 • 12-12-17ના રોજ કમલેશ જૈનનું પુણા ભક્તિધામ બસ સ્ટોપ પાસે,
 • 07-05-18  કિશોરભાઈ ઠુમ્મરનું યુનિવર્સિટી ગેટ પાસે,
 • 11-05-18  દેવજીભાઈ રાઠોડનું અમેજિયાની સામે
 • 12-05-18  અજાણ્યા યુવકનું ખટોદરા જંક્શન
 • 15-05-18 નરેન્દ્રસિંગ ગોડાદરાનું મીડાસ સ્ક્વેર સામે
 • 04-06-18  રોહિત હરેશ દેવીપુજકનું સરથાણા દિપકમલ મોલ સામે
 • 08-08-18  ઈરફાન ડુંગરીયાનું લસકાણા ડાયમંડ નગર
 • 31-10-18  સચીન જતીન પટેલનું વેસુ એસ.ડી. જૈન સ્કૂલ
 • 17-12- 18  શોભન વેડીયા પારઘીનું સીતા નગર બીઆરટીએસ રૂટમાં
 • 26-01-19  હેમાબેન વિશાલભાઈ મારૂનું મોરા ભાગળ ચાર રસ્તા પાસે
 • 29-01-19  વિની મનીષભાઈ પટેલનું ઉધના સત્યનગર બીઆરટીએસ
 • 29-01-19  દિનેશભાઈ અર્જુનભાઈ પેટલનું ઉધના સત્યનગર બીઆરટીએસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here