સુરતના ઉન પાટીયામાંથી અપહ્યત થયેલી બાળકી મળી આવતાં પરિવારમાં ખુશીનો માહોલ

0
33

સુરત:ઉન પાટિયા ભીંડી બજાર નજીકથી અપહરણ કરાયેલી બાળકી મોડી પોલીસને મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 9 વર્ષની બાળકીનું પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.ગત 4 ફેબ્રુઆરીના રોજ પોલીસ ચોપડે બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. બાળકીના અપહરણ બાદ તેણીને આણંદ બાજુ લઈ જવામાં આવી હોવાની ચર્ચાઓ પણ બહાર આવી હતી. પોલીસે બાળકીને તેના પરિવારને પરત કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે,રાણી મુસ્તાક કુરેશી (ઉ.વ. 9 રહે ઉન રેશ્માનગર) સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવી છે. કડીયા કામ કરતા પિતાની 3 દીકરી અને એક દીકરામાં રાણી ત્રીજા નંબરની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. 4 તારીખથી અપહરણ કરાયેલી રાણી 7 મીએ રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવ્યા બાદ કેવી રીતે ત્યાં પહોંચી એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here