Saturday, September 25, 2021
Homeસુરતના ઉમરા વિસ્તારમાંથી ચોકીદારનો મૃતદેહ શંકાસ્પદ રીતે મળ્યો
Array

સુરતના ઉમરા વિસ્તારમાંથી ચોકીદારનો મૃતદેહ શંકાસ્પદ રીતે મળ્યો

સુરતઃઉમરા વિસ્તારમાં આવેલી આદર્શન સોસાયટીના ચોકીદારનો મૃતદેહ તેની રૂમમાંથી મળી આવ્યો હતો. પત્નીએ પતિની હાલત અંગે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવતાં જ ફરજ પરના ઈએમટીએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં મૃતકની પત્ની ગાયબ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ચોકીદારના મોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આદર્શ સોસાયટીમાં વોચમેન તરીકે કામ કરતાં મૂળ બિહારના સનીચર ઉર્ફે મનોજ ગંજુ ચૌધરી (ઉ.વ.આ.32) ફોર્મ શ્રી એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ ઉમરા ખાતે નાની એવી ચાર બાય પાંચની ઓરડીમાં પત્ની સાથે રહેતો હતો. આજે સવારે ઘરમાંથી જ મૃત હાલતમાં મળી આવતાં મનોજની પત્નીએ 108ને ફોન કર્યો હતો. 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને તેણે મનોજને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસ આવે તે પહેલા મનોજની પત્ની ગાયબ થઈ ગઈ હતી. અને તેણે પોલીસને ફોનમાં કહ્યું કે, આવું છું અને બાદમાં ગાયબ થઈ ગઈ હતી. મૃતકના ગળા પરથી નીશાન મળી આવ્યાં હતા. જેથી મૃતકની હત્યા થઈ કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments