સુરતના એરપોર્ટ નજીકના સુવર્ણભૂમી પાર્ટી પ્લોટના મંડપ ડેકોરેશનમાં ભભૂકી ઉઠી જ્વાળા

0
38

સુરતઃ  ડુમસ રોડ પર એરપોર્ટ નજીક આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટના મંડપ ડેકોરેશનમાં આગ લાગી ગઈ હતી. આગથી ભારે ધૂમાડા નીકળ્યાં હતાં. આ ધૂમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતાં. આગ એટલી પ્રચંડ હતી કે આસપાસમાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. આગ પર કાબુ મેળવવા માટે મજૂરા, અડાજણ અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. પ્રાથમિક તબક્કે ગેસ લિકેઝથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભીષણ આગની ગગનચુંબી જ્વાળાઓ ઉઠી

એન્ટ્રીગેટથી લાગી આગઃ પ્રત્યક્ષદર્શી

પાર્ટી પ્લોટમાં કામ કરતાં વિક્રમે જણાવ્યું હતું કે, આગની શરૂઆત એન્ટ્રી ગેટથી થઈ હતી જેથી મેં બધાને બરાડા પાડી આગ લાગી હોવાનું કહ્યું હતું. આગ લાગી ત્યારે અંદાજે 100 લોકો અંદર હતાં. પરંતુ કોઈને કંઈ ઈજા નથી થઈ. આજે લગ્ન હોવાથી લોકો પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી.

બાજુના પાર્ટી પ્લોટમાં પણ અસર

સુવર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં લાગી આગમાં લગ્ન માટે તૈયાર કરાયેલો લાખોની કિંમતનો સેટ પણ સળગી ગયો હતો. સાથે જ બાજુમાં આવેલા સાકરીયા પાર્ટી પ્લોટમાં પણ આગની અસર થઈ હતી. અને આગના કારણે તેના મંડપને પણ ફાયરબ્રિગેડે તોડી પાડ્યો હતો.

ગેસ લિકેઝથી આગ લાગ્યાનું અનુમાનઃ ફાયર

ફાયરબ્રિગેડના ઓફિસરે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ તેઓ દોડી આવ્યા હતાં ત્યાં સુધીમાં સ્ટેજ અને હોલમાં આગ ફેલાઈ ચુકી હતી. 20 ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી. ડેકોરેટીવ મટીરીયલ કપડા અને પ્લાયમાં આગ ઝડપથી ફેલાઈ હતી. પવન પણ વધુ હોવાથી વધુ વિસ્તારમાં આગ લાગી હતી.નુકસાન ખૂબ થયું છે. કિચન બાજુથી આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરતાં ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે, ગેસ લિકેઝથી આગ લાગી હોવાનું અનુમાન છે કારણ કે આટલી ઝડપથી તો જ આગ ફેલાતી હોય છે. બેદરકારી અંગે તપાસ કરીને બાદમાં કાર્યવાહી થશે.

ધારાસભ્ય દોડી આવ્યાં

સુવર્ણ પાર્ટી પ્લોટમાં લાગેલી આગના પગલે ધારાસભ્ય ઝંખના પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. અને આગ બુજાવવા માટેની કામગીરીની નિરીક્ષણ કરીને સૂચનાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here