Monday, October 18, 2021
Homeસુરતના કડોદરા નજીક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરાવતા વિસ્ફોટથી બેનાં ઘટના સ્થળે મોત
Array

સુરતના કડોદરા નજીક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરાવતા વિસ્ફોટથી બેનાં ઘટના સ્થળે મોત

સુરતઃકડોદરા-ચલથાણ ગામ નજીકની ગોકુળધામ સોસાયટી પાસે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કર(જીજે 02 ઝેડ 7927)માંથી ખાલી કરતી વેળા એ ટેન્કરમાં જોરદાર બલાસ્ટ થતાં બેના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એકને સારવાર માટે સ્મીમેર ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં યુવાનની હાલત ગંભીર હોવાનું તબીબો કહી રહ્યા છે. ઘટનાની જાણ થયા બાદ કડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બન્ને ભરવાડ અને એક ડ્રાઇવર  ટેન્કર ખાલી કરાવતી વખતે કેમિકલની દુર્ગંધથી ત્રણેયના શ્વાસ રૂંધાય ગયા હોવાનું બહાર આવ્યું છે. રોડ ઉપર બહોશ હાલતમાં મળી આવેલા ત્રણેયને તાત્કાલિક કોઈ સારવાર મળે તે પહેલાં જ બે ભરવાડના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ડ્રાઇવરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઘટના સામે આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય છે.

પોલીસે જણાવ્યું હતું કે, હાલ આ દુર્ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર અને વાપીથી કેમિકલ ભરેલા ટેન્કરો સુરત જિલ્લાની ખાડીઓમાં ખાલી કરવા આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ ટેન્કર પણ ખાડીમાં ખાલી થતી વેળાએ અચાનક વાલ તૂટી જતા ગેસ ગૂંગળામણથી ત્રણેય કર્મચારીઓ બેભાન થઈ ગયા હોય એમ કહી શકાય છે. ઘટના મધરાત્રીના 2:30 વાગ્યાની છે અને વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ધ્યાન પર આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત સ્મીમેર હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર લઈ રહેલા એક યુવાનની ભાનમાં આવવાની રાહ જોવાઇ રહી છે. તેના નિવેદન બાદ આખી ઘટનાની હકીકત જાણી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments