સુરતના કુબેરજી ટેક્સટાઈલ માર્કેટમાં બે જૂથો વચ્ચેની દંડાવાળી

0
17

સુરતઃ રિંગરોડ સ્થિત કુબેરજી ટેક્સટાઇલ માર્કેટમાં બે જૂથો વચ્ચે સામસામે થયેલી દંડાવાળીનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આખી ઘટના પોલીસની હાજરીમાં થઈ હોવાનું વાઇરલ થયેલા વીડિયોમા બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ તપાસમાં માર્કેટમાં આવેલા કુબેરજી પાર્કમાં સિક્યુરિટી અને કુરિયરવાળા વચ્ચે થયેલા ઝઘડા બાદ બન્ને પક્ષકારોએ સામસામેં દંડાવાળી કરી એકબીજાના માથા ફોડ્યા હોવાનું બહાર આવ્યું છે. મહિધરપુરા પોલીસે બને પક્ષની ફરીયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના 1 જાન્યુઆરી 2019 ના રોજ સાંજે બની હતી. કુબેરજી માર્કેટમાં પાર્સલ વાનના પાર્કિંગને લઈ સિક્યુરિટી અને વાન ચાલક વચ્ચે બોલાચાલી બાદ વાત મારા મારી સુધી પહોંચી ગઈ હતી. બને પક્ષકારોએ એકબીજા પર દંડાવાળી કરતા 5 જણા ને ઇજા થઇ હતી. જેમાં બે સિક્યુરિટી અને 3 પાર્સલ લઈને આવેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બન્ને પક્ષકારોએ ફરિયાદ કરતા પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here