સુરતના કોંગી કોર્પોરેટરના ભાઈ સહિત 13ની બિલ્ડર સાથે 80 લાખની છેતરપિંડી

0
54

સુરત: પીપલોદના બિલ્ડરે ઘોડદોડ રોડ પર ઓફિસ લેવામાં 80 લાખની રકમ ગુમાવવી પડી છે. આ અંગે બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કોંગ્રેસી કોર્પોરેટર ધનસુખ રાજપુતના ભાઈ વિજયપ્રસાદ રાજપુત અને તેના બે પુત્રો સહિત 13 સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

પીપલોદ સાંઈ-સમર્થ રો હાઉસમાં રહેતા બિલ્ડર મિતેશભાઈ કિશોરભાઈ કોયાએ દલાલ નીતિન ઠક્કર મારફતે ઘોડદોડ પર નિલગંગા એપાર્ટમેન્ટમાં ઓફિસ લેવા માટે 80 લાખની રકમ ટુકડે-ટુકડે આપી હતી. નિલગંગા એપાર્ટમેન્ટ જર્જરીત હતું, આ એપાર્ટમેન્ટ તોડીને ત્યાં નવુ કમર્શિયલ બિલ્ડિંગ બનાવવાની વાત કરી હતી. દલાલે મનોજ રામપરીયા સાથે બિલ્ડરની મુલાકાત કરાવી હતી. ફ્લેટ હોલ્ડરો પાસેથી પાકા લખાણવાળા ડોક્યુમેન્ટો મનોજ રામપરીયાએ બિલ્ડરને બતાવતા તેમણે વિશ્વાસ મુકી દઈ લાખોની રકમ આપી હતી. એટલું જ નહીં લાખોની રકમ આપ્યા પછી નવા કમર્શિયલ બિલ્ડિંગમાં ઓફિસ નહીં આપી ફલેટ હોલ્ડરો, દલાલ સહિત આયોજકોએ સામે કાર્યવાહી કરવા માટે બિલ્ડરે પોલીસ કમિશનરમાં અરજી આપી હતી છતાં પણ કાર્યવાહી ન થતા આખરે બિલ્ડર કોર્ટમાં ગયો હતો. કોર્ટે પોલીસને ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો.

ખોટી સહીથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા

આરોપીઓએ બિલ્ડરના નામની ખોટી સહી કરી બોગસ ડોકયુમેન્ટો ઉભા પણ કર્યા હતા. જેના કારણે બિલ્ડર કહેવા જતા આયોજકે અપહરણની ધમકી આપી હતી.

ઉમરા પોલીસે 13 સામે ચીટીંગનો ગુનો નોંધ્યો

મનોજ ઉર્ફે મનસુખ ગોવિંદ રામપરીયા
રમેશ વલ્લભ આંબલીયા
કોંગ્રેસી કોર્પોરેટરના મોટાભાઈ વિજયપ્રસાદ ઉર્ફે બબલુ ભગવતીપ્રસાદ રાજપુત,
અનુજ વિજયપ્રસાદ રાજપુત
સાગર વિજયપ્રસાદ રાજપુત
રમીલા અશોક પટેલ
અશોક પટેલ
મનીષ સીંધનીયા
આર.કે.શર્મા
ભરત ઠક્કર
નીરવ જોષી
ભરત આર.ચૌહાણ સામે પોલીસે ચીટીંગનો ગુનો નોંધ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here