Sunday, November 28, 2021
Homeસુરતના જેપીસી હરેકૃષ્ણ પટેલની ટીપ્પણીથી પાસે કમિશનરને રજૂઆત કરી
Array

સુરતના જેપીસી હરેકૃષ્ણ પટેલની ટીપ્પણીથી પાસે કમિશનરને રજૂઆત કરી

સુરતઃ  શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં આંદોલનકારીઓને મર્યાદામાં રહીને આંદોલન કરવા સહિતની વાતથી વિવાદ સર્જાયો હતો. સુરત પાસ દ્વારા હરેકૃષ્ણ પટેલના વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ કમિશનરને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જોઈન્ટ સીપી વાતાવરણને ડહોળી રહ્યાં છે. જેથી તેમને સસ્પેન્ડ કરવાની માંગ પાસ દ્વારા કરાઈ હતી.

સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આંદોલકારીઓને નકસલીઓ સાથે સરખામણી કરવામાં આવી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ દ્વારા આંદોલનકારીઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેમના વિરુધ્ધ પગલાં લેવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments