સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારે વિંગ કમાન્ડરના ચહેરાવાળી સાડીની પ્રિન્ટ કરી

0
25

સુરત : પુલવામાં હુમલા બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો.હવાઈ સેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ સુરતના ટેક્સટાઈલના વેપારીઓએ એ હુમલાની ડિઝાઈનની સાડીઓ બનાવી હતી. ત્યારબાદ દુશ્મન દેશે હુમલો કરતાં પાકિસ્તાનના વિમાનને તોડીને પીછો કરતાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદનને લઈને દેશભરમાં માહોલ બન્યો હતો. ત્યારે દેશના મિજાજને પારખીને દર વખતે કંઈક નવું કરતાં સુરતના સાડી ઉદ્યોગકારે અભિનંદનની મુક્તિ સાથે તેમને બિરદાવતી તેમના ચહેરા સાથેની સાડી બનાવી હતી. સેનાના જુસ્સાને દર્શાવતી આ સાડીમાં મિગ અને મિરાજ વિમાનો ની સાથે અભિનંદનની તસવીર પણ ડિજીટલી પ્રિન્ટ કરવામાં આવી છે. સાડી બનાવનારા ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, દેશના હીરોને સાડી દ્વારા અમે સન્માનિત કરવાની નાની એવી કોશિષ કરી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીની પ્રિન્ટેડ સાડીઓ પણ માર્કેટમાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here