Wednesday, September 22, 2021
Homeસુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં ભીષણ જ્વાળાઓથી ભય
Array

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા મધુરમ પ્લાઝામાં ભીષણ જ્વાળાઓથી ભય

સુરત : કતારગામ વિસ્તારમાં આવેલા ડભોલી સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા મધુરમ પ્લાઝામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઉપરના બે માળમાં લાગેલી પ્રચંડ આગને કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગથી ફેલાયેલા ભયના કારણે સમગ્ર કોમ્પેલ્કસ ખાલી કરાવવામાં આવ્યું હતું.

ઈલેક્ટ્રીકની એજન્સીમાં લાગી આગ
ગ્રાઉન્ડ પ્લસ બે માળના કોમ્પ્લેક્સમાં ઉષા એજન્સી આવેલી છે.ઈલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનિક સામાન રાખતા આ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે. આગ લાગતાં સામાન બળીને ખાક થઈ ગયો હતો. આગના ધૂમાડા દૂર દૂરથી જોઈ શકાતાં હતાં.લોકો બાજુની બિલ્ડીંગ પર ઉભા રહીને આગની ઘટના જોતા હતાં.
બ્લાસ્ટ થતા હતાં

ઈલેક્ટ્રીક અને ઈલેક્ટ્રોનિક, વોશિંગ મશીન, ફ્રિજ જેવી વસ્તુઓ કોમ્પ્લેક્સમાં હોવાથી આગના પગલે તેમાં બ્લાસ્ટ થતાં હતાં. જેથી આગ પર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડને થોડી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જો કે, સદનસીબે આટલી મોટી આગમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નથી.

આગ પર કાબુ મેળવાયો
ફાયર ઓફિસર તિવારીએ જણાવ્યું હતું કે, આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગનું કામ ચાલી રહ્યું છે. મોટી આગ હોવાથી સૌ પ્રથમ લોકોને દૂર ખસેડી કામગીરી કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments