Sunday, November 28, 2021
Homeસુરતના ડિંડોલીમાં દારૂ વેચવા મામલે બૂટલેગરોએ બહેન-બનેવી, સાળા પર હુમલો કર્યો, એકનું...
Array

સુરતના ડિંડોલીમાં દારૂ વેચવા મામલે બૂટલેગરોએ બહેન-બનેવી, સાળા પર હુમલો કર્યો, એકનું મોત

સુરતઃ  ડિંડોલીના લક્ષ્મણ નગરમાં બૂટલેગરોએ એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા. રવિવારની રાત્રે પાટીલ પરિવાર પર થયેલા હુમલામાં બનેવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત બહેન અને ભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજાના ઝઘડામાં મધ્યસ્થી થનાર સાળાને બચાવવા ગલા બનેવીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 108માં સિવિલ ખસેડાયેલી મહિલા અને તેના ભાઈની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

વેરની વસૂલાત માટે હુમલો કર્યો

ડિંડોલી-લિંબાયત વિસ્તારમાં દેશીદારૂનું વેચાણ કરનારા રીઢા બુટલેગર શેરોના પુત્ર સંદીપ,  સાગર ચોર, રાહુલ માહાજન વગેરેએ ભૂષણ બંસીલાલ પાટિલ (રહે:  લક્ષ્મણનગર, આરડી ફાટક, નવાગામ ડિંડોલી)ના ઘર નજીક જ ભૂષણ ઉપરાંત  તેના બેન લલીતા-બનેવી વિનોદ પર હુમલો કર્યો હતો.  દારૂ વેચવાના મામલે એકાદ વર્ષ પૂર્વે થયેલા ઝઘડામાં વેરની વસૂલાત માટે આ હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

એકની સિવિલ અને એકની ખાનગીમાં સારવાર

ઘટનાની જાણ થતાં જ ડિંડોલીના પોઈ પાટીદાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘવાયેલા ત્રણમાંથી બહેન લલીતા સ્થિતિ ગંભીર હોવાથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે ભૂષણની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે પોલીસ હુમલાખોરોની શોધની દિશામાં તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments