સુરતના ડિંડોલીમાં લગ્નના 6 મહિનામાં પરિણીતાએ જીવન ટુંકાવી લીધું

0
22

સુરતઃ ડીંડોલીની એક સોસાયટીમાં પરિણીતાએ લગ્નના 6 મહિનામા જ ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મૃતક અતિમા રાજકુમાર ગોર્ડ મૂળ બનારસની રહેવાસી હોવાનું અને લગ્ન બાદ પતિ સાથે સુરત રહેતી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આપઘાત કરનાર અતિમાના પતિ રાજકુમાર એ જણાવ્યું હતું કે, મંગળવારની સાંજે કામ પરથી આવ્યા બાદ મકાન ભાડા ને લઈ પત્ની સાથે થોડી ગરમા ગરમી થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ શેઠ પાસે ઉધાર રૂપિયા લેવા નીકળી ગયા હતા. જોકે શેઠ ન મળતા તેઓ એક મિત્ર પાસે રૂપિયા માગવા ગયા હતા. ત્યારબાદ ઘરે આવતા અતિમાં એ દરવાજો ના ખોલતા તેમણે દરવાજો તોડી નાખ્યો હતો. જ્યાં ઘરમાં અતિમા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓ તાત્કાલિક અતિમાને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અતિમાં ને મૃત જાહેર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here