Saturday, September 25, 2021
Homeસુરતના તાપીના ઉતરાણ બ્રીજ પર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ આવેલી કારે અકસ્માત...
Array

સુરતના તાપીના ઉતરાણ બ્રીજ પર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ આવેલી કારે અકસ્માત સર્જ્યો

સુરતઃકાપોદ્રાથી ઉતરાણ વચ્ચે તાપી નદી પર બનેલા બ્રીજ પર કાર-ટેમ્પો અને બાઈકનો વિચિત્ર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં કાપોદ્રાથી ઉતરાણ તરફ જતી કાર (નંબર જીજે 05 આરએફ 5987) ડિવાઈડર કુદાવીને સામે રોંગ સાઈડમાં પહોંચી હતી.જેથી ત્યાંથી પસાર થઈ રહેલા રિક્ષા અને બાઈક સાથે અથડાઈ હતી. જેમાં રિક્ષા ટેમ્પોમાં સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટુવ્હિલર ચાલકને પણ ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એક્સિડન્ટના પગલે કાપોદ્રા પોલીસ ઘટના સ્થલે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments