Wednesday, September 28, 2022
Homeસુરતના નદીમના તાર લશ્કર-એ-તોઈબા સાથે, હાફિઝની સંસ્થા માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ
Array

સુરતના નદીમના તાર લશ્કર-એ-તોઈબા સાથે, હાફિઝની સંસ્થા માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ

- Advertisement -

સુરતઃ  આતંકવાદ સંદર્ભે વૈશ્વિક સ્તરે તપાસ કરતી NIA(નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ટીમ પહેલી વખત સુરત આવી હતી. સુરતના અડાજણ પાટિયા વિસ્તારના એક અપાર્ટમેન્ટના 2 ફ્લેટમાં સતત 6 કલાક સુધી તપાસ કર્યા બાદ કેટલાક ચોંકાવનારા દસ્તાવેજી પુરાવા એનઆઇએની ટીમે એકત્ર કર્યા હોવાની માહિતી જાણવા મળી છે. આ ફ્લેટમાં રહેતા નદીમ પાનવાલા લાહોરની સંસ્થા ફલાહ-ઈ-ઇન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હોવાના કારણે તેને ત્યાં સર્ચ કરી દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફલાહ-ઈ-ઇન્સાનિયત ફાઉન્ડેશન એ ગ્લોબલ ટેરરિસ્ટ હાફીઝ સૈયદની સંસ્થા છે. એનઆઇએની ટીમે સુરત અને વલસાડ ઉપરાંત દેશભરમાં કુલ 8 સ્થળે દરોડા પાડી ઢગલાબંધ દસ્તાવેજી પુરાવા કબજે કર્યા હોવાનું એનઆઇએએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું છે.

વાંધાજનક વસ્તુઓ કબ્જે કરાઈ

ત્રણ દિવસ પૂર્વે તા. 21-1-19ના રોજ એનઆઇએની ટીમે મોહંમદ હુશેન મોલાની ઉર્ફે બબલુ અબ્દુલ હમીદ મોલાની (ઉ.વ.43, રહે: ગુલઝારપુરા, સિકર રોડ, કુચમાનસિટી, જિ. નાગોર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછના અંતે સુરત અને વલસાડ ઉપરાંત સિકર, જયપુર, ઉત્તરપ્રદેશના ગોડા, દિલ્હી અને કેરલાના કાસારગોડ ખાતે સર્ચ હાથ ધરી મોબાઇલ, સીમકાર્ડ, હાર્ડ ડિસ્ક, લેપટોપ. રોકડ રકમ, સોના સહિતની વસ્તુઓ કબજે કરી હતી.

દેશભરમાં અત્યાર સુધીમાં શું શું કબજે કર્યું

26 સીમકાર્ડ જેમાંથી 3 વિદેશના છે
23 મોબાઇલ ફોન
05 મેમરી કાર્ડ
01 કોમ્પલેક્ટ ડિસ્ક
05 હાર્ડ ડિસ્ક
01 પેન ડ્રાઇવ
01 ડીવીઆર
01 સીપીયુ
08 પાસપોર્ટ
09 ડેબિટ કાર્ડ
01 લેપટોપ
21 લાખ રૂપિયા રોકડા
2 કિલો ગોલ્ડ જ્વેલરી વસ્તુ
દુબઇ સાથે સંકળાયેલા અન્ય અનેક પુરાવા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular