સુરતના નવસારી બજારમાં સોના-ચાંદીના વેપારી પર ફાયરિંગ, મોત નિપજ્યું

0
45

સુરતઃ નવસારી બજાર ખાતે આવેલી પોલીસ ચોકીની સામે આવેલી સોના-ચાંદીની દુકાનમાં વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ઉતર ગુજરાતના પાલનપુરના રહેવાસી મહેન્દ્ર શાહ પત્ની અને  એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા. નવસારી બજાર પોલીસ ચોકીની સામે મહેન્દ્રભાઈ સોના-ચાંદીની છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવતા હતા. અને સોના-ચાંદીના દાગીના સામે વ્યાજે રૂપિયા પણ આપતા હતા. આજે મહેન્દ્રભાઈ દુકાનમાં બેઠા હતા. દરમિયાન બે ઈસમો બાઈક પર આવ્યા હતા. અને દુકાનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ મહેન્દ્રભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ઘૂસી ગઈ હતી. અને ફાયરિંગ કરનાર ઈસમો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને એક ગોળી પણ કબજે કરી હતી. અને એફએસએલ અને ડોગસ્કવોડની મદદથી આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા પરિવારજનો પણ દુકાન પર દોડી આવ્યા હતા. જેમાં મહેન્દ્રભાઈની પત્નીના આક્રંદથી હાજર લોકોમાં પણ દુઃખની લાગણી ફેલાઈ હતી. ત્યારબાદ પોલીસે મહેન્દ્રભાઈને પત્નીને એક સાઈડ પર લઈ જઈ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here