Monday, October 25, 2021
Homeસુરતના પલસાણામાં હોમિયોપેથીક દવા પીવડાવ્યા બાદ માસૂમ બાળકનું મોત
Array

સુરતના પલસાણામાં હોમિયોપેથીક દવા પીવડાવ્યા બાદ માસૂમ બાળકનું મોત

સુરતઃ પલસાણાના તાતીથૈયા ગામના મહાદેવ રેસિડેન્સીમાં હોમિયોપેથીક દવા પીવડાવ્યા બાદ થયેલા રીએક્શનથી એક માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુરત સ્મીમેર હોસ્પિટલમાં મૃતક યશ યાદવને 5 દિવસ સારવાર અપાઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી પરિવાર અને યુપીવાસી સમાજે સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચાવતા સમાજના લોકો ભેગા થઈ ગયા હતા.

હોમિયોપેથીક દવા પીધાના 10 મિનિટમાં રિએક્શન થયું

પલસાણાના તાતીથૈયા ગામના મહાદેવ રેસિડેન્સીમાં મૂળ યુપીનો યશ કાંતાકુમાર શુભદયાલ યાદવ(ઉ.વ.6) પરિવાર સાથે રહેતો હતો. પિતા મજુરી કામ કરી પરિવારનું ગુજરાતન ચલાવે છે.
ગત 19મી જાન્યુઆરીના રોજના રોજ સોસાયટીમાં ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજે 5.30 કલાકે યશને હોમિયોપેથીક દવા પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ 10 મિનિટમાં રિએક્શનના કારણે પરિવારે ડોક્ટરને ફોન કરતા લિંબુ પાણી અને દૂધ પાણી આપી એમબીબીએસ ડોક્ટરને બતાવવાની સલાહ આપી હતી. જેથી પરિવાર યશને લઈને કડોદરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં જતાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવા જણાવ્યું હતું.

રિએક્શન અને યોગ્ય સારવારના અભાવે મોત થયું હોવાનો આક્ષેપ

ખાનગી હોસ્પિટલમાં ખર્ચ પણ વધુ થતો હોવાથી પરિવાર યશને લઈને સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરી રિએક્શન થયું હતું. ગત શનિવારે હોમિયોપેથીક દવાથી બાળકને રિએક્શન થયું હોવાની જાણ પરિવારે પોલીસને કરી હતી. દરમિયાન ગત મોડી રાત્રે બાળકનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારજનોએ બાળકનું મોત હોમિયોપેથીક દવા અને સ્મીમેરમાં યોગ્ય સારવારના અભાવે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. અને ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments