Tuesday, December 7, 2021
Homeસુરતના પાંડેસરાની ઝુપડપટ્ટીમાં 108ના કર્મચારીએ મોબાઈલની લાઈટથી મહિલાની ડિલિવરી કરાવી
Array

સુરતના પાંડેસરાની ઝુપડપટ્ટીમાં 108ના કર્મચારીએ મોબાઈલની લાઈટથી મહિલાની ડિલિવરી કરાવી

સુરતઃપાંડેસરાની ઉમા ઇન્ડસ્ટ્રી નજીકની એક ઝૂંપડપટ્ટીમાં 108ના કર્મચારીએ મોબાઈલ ફ્લેશ લાઈટથી પ્રસુતિ કરાવી હતી. પતરાના સેડમાં પ્રસૂતિની પીડાથી તડફડતી મહિલાને અંધારામાં મોબાઈલ ફ્લેશની લાઈટથી કરાવેલી ડિલિવરી બાદ બાળકીના શરીરનું તાપમાન જાળવવા 108ના કર્મચારીએ 108 એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટનો ઉપયોગ કર્યો હતો. અંધારામાં જન્મ લેનાર બાળકીનું માથુ બહાર આવી ગયા બાદ પણ નોર્મલ પ્રસુતિ ન થતા તાત્કાલિક નિર્ણય લઈ સ્થળ પર જ ડિલિવરી કરાવવા મોબાઈલ ફ્લેશ લાઈટનો ઉપયોગ સાર્થક પુરવાર થયો હતો.

ચિરાગ નાઈ (EMT નવજીવન લોકેશન) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ બુધવારની સાંજે 9:50નો હતો. એક મહિલાને પ્રસૂતિ બાદ બાળકીનું માથુ ફસાઈ ગયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. કોલરની માહિતી બાદ તાત્કાલિક તેમની ટીમ પાંડેસરા ઉમા ઇન્ડસ્ટ્રી નજીકની ઝૂંપડપટ્ટીમાં દોડી ગઈ હતી. પતરાના શેડવાળા ઘરમાં અંધારામાં એક પ્રસૂતા જમીન પર તફડતી હતી. બાજુમાં ઉભેલો પતિ માનસિક તણાવમાં હતો. જોકે પ્રસૂતાની પીડા જોઈ તપાસ કરતા ખબર પડી હતી કે બાળકનું માથું બહાર આવીને પણ ઘણો સમય થઇ ગયો છે. પણ નોર્મલ પ્રસૂતિ થઈ નથી. આવા સંજોગોમાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી માતા અને બાળક બન્ને માટે હિતાવહ હોય છે. પરંતુ એક પ્રશ્ન હતો કે લાઈટ વગર અંધારામાં પ્રસુતિ કરાવવી તો કેમ? બસ ત્યારબાદ પાઇલોટ કરણ આહીરની મદદથી મોબાઈલ ફ્લેશનો ઉપયોગ કરી મહિલાને પ્રસૂતિ કરાવી હતી. જોકે જન્મ બાદ બાળકીને શરીરનું તાપમાન નીચે ઉતરતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટની ગરમી આપી બાળકીના શરીરનું તાપમાન પણ જાળવવામાં સફળ થયા હતા. ત્યારબાદ બન્ને માતા-બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા.

હોસ્પિટલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દાહોદનું શ્રમજીવી પરિવાર ગનીબેન સંજયભાઈ પરમાર છેલ્લા 1 વર્ષથી સુરતમાં રહે છે અને રોડ બનાવવાના મજૂરી કામ સાથે સકળાયેલું છે. ગનીબેનને પ્રથમ દીકરી બાદ બીજી પ્રસુતિમાં પણ બાળકીને જન્મ આપ્યો છે. હાલ માતા-બાળકી બન્ને તદુરસ્ત હોવાનું હાલ ગાયનેકોલોજીસ્ટ કહી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments