Thursday, September 23, 2021
Homeસુરતના પાંડેસરામાં કારખાનેદાર યુવક પર રૂપિયાની લેવડદેવડમાં એસિડ ફેકીં હત્યા
Array

સુરતના પાંડેસરામાં કારખાનેદાર યુવક પર રૂપિયાની લેવડદેવડમાં એસિડ ફેકીં હત્યા

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલા જરીના કારખાનામાં રૂપિયાની લેતી દેતીમાં એક કારખાનેદાર યુવકની માથામાં એસિડ ફેકીંને હત્યા કરવામાં આવી હતી. અઠવાલાઈન્સ ખાતે આવેલા સમોવાસન એપોર્ટમેન્ટમાં રહેતા યશ કિર્તી દોશી (ઉ.વ.આ.23)નાને કોઈ કાઠિયાવાડી નામની વ્યક્તિ સાથે ભાગમાં ધંધો હોવાની અને હિસાબ કિતાબમાં રૂપિયાની લેવડ દેવડમાં આ હત્યા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જરીના કારખાનામાં યશ હતો ત્યારે કાઠિયાવાડીએ આવી ને માથામાં એસિડ નાખ્યાં બાદ ચપ્પુ ઝીંક્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સમગ્ર હત્યા પ્રકરણ અંગે પરિવાર કશું કહી રહ્યું નથી. જ્યારે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હત્યારાએ મારા શેઠના માથામાં એસિડ રેડ્યુ પછી કટર માર્યું
હું કારખાનામાં માસ્તર છું. મશીન બગડી ગયું હોવાથી સવારે 10.15 વાગ્યે હું અને યશભાઈ ચર્ચા કરી રહ્યા હતા. તે વખતે દાદર ઊતરીને બેચર કાકડિયા નીચે આવ્યો હતો. બેચરે હેન્ડ-ક્લોઝ પહેરેલા હતા અને હાથમાં પ્લાસ્ટિકની બોટલ હતી. બોટલ ખોલીને તેણે સીધા મારા શેઠના માથામાં એસિડ રેડી દીધું હતું. શેઠ દોડીને કારખાનાની બહાર ગયા ત્યાં બેચરે કટરથી હુમલો કરી બાઈક પર ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં મને અને મારા શેઠને આજુબાજુના લોકો હોસ્પિટલમાં લઈ ગયા હતા. – રણજિતકુમાર રજક, માસ્તર
બેચરે સગા સાળાની હત્યા કરી હતી
બેચર કાકડિયાએ 1999માં વરાછામાં સગા સાળાની હત્યા કરી દીધી હતી. જેના કારણે કોર્ટએ તેને આજીવન કેદની સજા કરી હતી. આજીવન કેદની સજા કાપ્યા બાદ બેચર જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો. સાળાની હત્યાને કારણે બેચરને તેની પત્નીએ પણ છૂટાછેડા આપ્યા હતાં.
નોકરી કરતો, પછી ભાગીદાર બનાવ્યો
યશના પિતાના મિત્ર મારફતે હત્યારા બેચર જોડે ઓળખાણ થઈ હતી. ઓળખાણને કારણે કીર્તિ શાહએ પહેલા બેચરને જરીના કારખાનામાં નોકરી પર રાખ્યો હતો. નોકરી પર રાખ્યા બાદ થોડા જ વખતમાં હત્યારાએ જરીના ધંધામાં રોકાણ કરવાની વાત કરતા કીર્તિ શાહએ તેને ભાગીદારી બનાવી દીધો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments