Sunday, November 28, 2021
Homeસુરતના પાંડેસરામાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ
Array

સુરતના પાંડેસરામાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે, વાતાવરણ ગરમાતા મનપાની ઢોર પાર્ટીએ લોકો પર દંડા વરસાવ્યા હતા. મહિલાઓને પણ માર મારવામા આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

સ્થાનિક લોકોએ મનપા ઢોર પાર્ટીના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે મહિલાઓ-પુરુષોને માર મારવામાં આવ્યો હોવાના આરોપ લગાડ્યો હતો. જોકે, ઘટના બાદ પોલીસ દોડી આવતા હાલ વાતાવરણ શાંત હોવાનું જાણવા મળ્યું છે. આખી ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત
  • દિવ્યેશ દુબે (ઉ.વ.27)
  • સુભમ મિશ્રા (ઉ.વ.16)
  • રાકેશ મોર્યા (ઉ.વ.24)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments