Thursday, October 28, 2021
Homeસુરતના પાંડેસરામાં મકાન જૂનું બાંધકામ ઉતારતી વખતે કાટમાળમાં દટાતાં બે મજૂરના મોત
Array

સુરતના પાંડેસરામાં મકાન જૂનું બાંધકામ ઉતારતી વખતે કાટમાળમાં દટાતાં બે મજૂરના મોત

સુરતઃપાંડેસરા વિસ્તારમાં આવેલી રિધ્ધિ સિધ્ધિ મીલના જૂના બાંધકામને ઉતરાતી વખતે સ્લેબ તૂટી પડતાં બે મજૂરના મોત નીપજ્યાં હતાં. જૂનું બાંધકામ ઉતારતી વખતે અચાનક કાટમાળ તૂટી પડ્યો હતો. જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકમાં મહેન્મદ્ર મનસુખ ગઢાવા રહે ભટાર અને ધર્મેશ કનુ રહે ભટારનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ લઈ જવાયાં હતાં. સમગ્ર ઘટનાને લઈને આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. લોકોના ટોળા ઘટના સ્થળે ધસી આવ્યાં હતાં.મૃતક શ્રમિક પરિવારમાં દુઃખનો માહોલ છવાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments