Sunday, November 28, 2021
Homeસુરતના પાંડેસરામાં યુવકનો મોબાઈલ લૂંટી બે યુવકોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ...
Array

સુરતના પાંડેસરામાં યુવકનો મોબાઈલ લૂંટી બે યુવકોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સુરતઃપાંડેસરા વડોદ ગામ નજીક બિહારવાસીનું ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બુધવારની રાત્રે બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ઉમેશ રાય પર ચપ્પુથી હુમલો કર્યો હતો. ઉમેશને 108માં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. નોકરી પરથી ઘરે જતા ઉમેશ પર હુમલો થયો કરાયો હોવાનું મકાન માલિક મહેન્દ્ર યાદવે જણાવ્યું હતું.

મહેન્દ્રભાઈ યાદવ (મકાન માલિક) એ જણાવ્યું હતું કે ઉમેશ છેલ્લા 5 વર્ષથી તેમના મકાનમાં ભાડુઆત તરીકે રહે છે. તેના પરિવારમાં પત્ની, બે સંતાન, માતા-પિતા, અને બે ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. ઉમેશ એમબ્રોડરીનો કારીગર અને મૂળ બિહારનો રહેવાસી હતો. બુધવારના રોજ માત્ર 12 કલાકમાં જ વડોદ ગામમાં બાઇક સવાર ઈસમોએ 3 જણા ને ચપ્પુ મારી લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ પાંડેસરા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે.

હિરેન બારોટ (108 EMT પાંડેસરા) એ જણાવ્યું હતું કોલ મળ્યા બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જતા એક યુવાન રોડ ઉપર લોહી નિકળતી હાલતમાં પડેલો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે બાઇક સવાર બે અજાણ્યા ઈસમોએ ચપ્પુ મારી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત ઉમેશ મહેન્દ્ર રાય ઉ.વ. 26 રહે ઘનશ્યામ નગર વદોડગામ નો હોવાનું જાણવા મળ્યું હતું. જેમે તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ઉમેશને પેટના ભાગે ઘા મરાતા આંતરડા બહાર આવી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments