Sunday, November 28, 2021
Homeસુરતના પાંડેસરામાં વધુ એક માસૂમ પીંખાઈ, 6 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે...
Array

સુરતના પાંડેસરામાં વધુ એક માસૂમ પીંખાઈ, 6 વર્ષની બાળકી સાથે પાડોશી યુવકે બદકામ કર્યુ

સુરતઃપાંડેસરા વિસ્તારમાં વધુ એક માસૂમ બાળા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા યુવકે મોબાઈલ બતાવવાના બહાને વહેલી સવારે બાળકીને અંધારામાં લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંડેસરાના આવિર્ભાવમાં રહેતા અને સંચા ખાતામાં કામ કરતા પરિવારની છ વર્ષની દીકરીને પાડોશમાં રહેતા સંતોષ નામના યુવકે વહેલી સવારે અંધારાનો લાભ લઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાની બાળકીના પરિવારજનોને જાણ થતાં તેમણે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી સંતોષ નામના યુવકને ઝડપી લીધો હતો. બાદમાં બાળકીને મેડિકલ પરીક્ષણ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં ડિસીપી સહિતના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments