સુરતના પીપલોદના શેર માર્કેટ દલાલને કારમાં ધમકી આપી 10 લાખ રૂપિયા મંગાયા

0
0

સુરતઃપિપલોદ ચાંદની ચોક સ્નેહ સાગર સરિતામાં રહેતા શેર માર્કેટના દલાલ સુનિત ગંગાધર કલાનીનું બીજી તારીખે બપોરે ડુમસ રોડના ગોવર્ધન હવેલીની ગલીમાંથી મિત્રની કાર લઈને આવતા એક શખ્સે કાર સાથે મોપેડ અથડાવી દીધી હતી. જેને લઈને માથાકૂટ થઈ એટલામાં અન્ય બે શખ્સો ત્યાં આવી દલાલની કારમાં જબરજસ્તી બેસી ગયા હતા.

સચીન લઈ જઈ 10 લાખ માંગ્યા

ડ્રાઇવરની બાજુની સીટ પર દલાલને બેસાડી અપહરણ કર્યુ હતું. રસ્તામાં પલસાણા પાસેથી ઈકો કારમાં સંદીપ અગ્રવાલ ભેગો થયો હતો. જે દલાલ પાસે પૈસાની ઉઘરાણી અગાઉ કરતો હતો. તેની કારમાં 3 જણા હતા. વ્યાજખોર સંદીપ અગ્રવાલ એન્ડ ટોળકીએ દલાલનું અપહરણ કરી ડુમસ રોડથી પલસાણા હાઇવે થઈને સચીનમાં એક પ્લોટમાં લઈ જઈ 10 લાખની રકમ આપવાની ન હોવા છતાં પઠાણી ઉઘરાણી માર માર્યો હતો.

પરિવારના સભ્યોને ઉપાડવાની ધમકી આપી

એક સાગરિતે દારૂની બોટલ તોડી દલાલના ગળા પર મુકી અડઘો કલાકમાં 10 લાખની રકમ લાવવા દબાણ કર્યું હતું. અપહરણકર્તોએ વિડીયો કોલ કરી દલાલને હરિયાણામાં તેના વિરોધી સાથે વાત કરાવી હતી. હરિયાણાના શખ્સે અપહરણકર્તાને 15 લાખની રકમ આપી દલાલને તેને સોંપી દેવાની વાત કરી હતી. વ્યાજખોર સંદીપે દલાલને કહ્યું કે કાલે તું બે લાખ રૂપિયા નહિ આપે તો તારા સુરતમાં જેટલા મિત્રો છે તે તમામ મિત્રોની ગાડીના નંબરો મારી પાસે છે, તારી પત્ની અને છોકરીને પણ તારી જેમ ઉપાડી જઈશું. એવી ધમકી આપી મોડીરાત્રે છોડી મુકયો હતો. ઉમરા પોલીસે દલાલની ફરિયાદ લઈ ‌વ્યાજખોર સંદીપ અગ્રવાલ ની ધરપકડ કરી છે. જયારે તેના સાત મિત્રો ફરાર છે. જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here