સુરતના પીપલોદમાં નોટિસની અવગણના કરાતા ફાયરબ્રિગેડે વિજય સેલ્સ શો રૂમમાં સીલ માર્યુ

0
63

સુરતઃ શહેરમાં ફાયરબ્રિગેડ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ડિસેમ્બરમાં ચેકીંગ વખતે ચેતવણી અને નોટિસ અપાયા બાદ પણ કાર્યવાહી ન કરવામાં આવતાં પીપલોદના વિજય સેલ્સ ને ફાયરે સીલ કર્યું હતું. સાથે જ અન્ય જે લોકો આ પ્રકારની ગેરરીતિ દાખવી રહ્યાં છે તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

બે દિવસ પહેલા ફાયર ઑફિસરોએ ગુપ્ત રીતે વિજય સેલ્સમાં ચેકીંગ કર્યું હતું જેમાં ફાયર સેફટીની સુવિધા ઉભી ન કરાઇ હોવાનું જાણવા મળતા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરાયો હતો. ત્યારબાદ સીલ કરવામાં આવ્યું હતું. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે. આ એક દાખલારૂપ કેસ કહી શકાય છે જો ફાયર સેફટી વગર કોઈ પણ મોલ કે શોપિંગ કોમ્પ્લેક્ષ કે પછી ટ્યુશન કલાસીસ ચાલતા હશે તો સીલ મારી કડક કાર્યવાહી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here