Sunday, November 28, 2021
Homeસુરતના પુણામાં ઘરમાં ગેસની બોટલ ફાટતાં ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યાં
Array

સુરતના પુણામાં ઘરમાં ગેસની બોટલ ફાટતાં ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યાં

સુરતઃ  પુણા ગામના નારાયણનગરમાં જોરદાર ધડાકા સાથે ગેસ બોટલ બ્લાસ્ટ થતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં 1 કિશોર, 2 મહિલા સહિત 4 જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે ઘટનાની જાણ બાદ 108 અને ફાયરનો કાફલો દોડી આવતા આગને કાબુમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા. ત્યારબાદ પુણા અને લીંબાયતની 108માં ચારેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ચારેય ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

નિલેશ સુકલા એ જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના વતની છે અને સુરતમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા બહેન સુજાતા અને તેનો દીકરો હીનેશ ફરવા માટે સુરત આવ્યા હતા. જેઓ પણ આ દુર્ઘટનામાં દાઝી ગયા છે. આજે સવારે તેઓ ગેસ ઉપર પાણી ગરમ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થતા આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. તેઓ પોતે પત્ની આશા બહેન સુજાતા અને તેનો દીકરો હીનેશ (ઉ.વ.13) ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટના જોરદાર ધડાકા બાદ આખી સોસાયટી દોડી આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments