Saturday, September 25, 2021
Homeસુરતના પુણા પોલીસના PSI કાર છોડવાના બદલામાં 20 હજાર લેતા ઝડપાયા
Array

સુરતના પુણા પોલીસના PSI કાર છોડવાના બદલામાં 20 હજાર લેતા ઝડપાયા

સુરતઃપુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં આર એમ વાળા નામના પ્રોબેશનલ પીએસઆઈ રિક્ષાવાળાના હાથે લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાયાં હતાં. ફરિયાદીની ફોર વ્હિલર કાર ઈન્નોવા થોડા દિવસો અગાઉ ચોરાઈ ગયા બાદ બિનવારસી મળી આવી હતી. આ કારને પરત આપવા માટે પીએસએઆઈ દ્વારા 50 હજારની લાંચ માંગવા માં આવી હતી. લાંચની રકના 20 હજાર ફરિયાદી પુણા પોલીસ મથકે લઈને પહોંચ્યા હતાં. ત્યારે પીએસઆઈએ લાંચ ની રકમ રીક્ષાવાળા સંતોષ રામચંદ્ર જયસ્વાલ ને આપવા કહ્યું હતું. જેથી ફરિયાદી રિક્ષાવાળા ને લાંચ ના 20 હજાર રૂપિયા આપ્યા હતાં. બાદમાં એસીબી પીઆઈ સરવૈયાએ રિક્ષાચાલક અને પીએસાઈને રંગહાથ ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments