સુરતના બમરોલીમાં રાત્રે ઘરમાં ઘૂસી કોલેજિયન યુવતીનાં કપડાં ફાડી છેડતી કરનારો યુવક ઝબ્બે

0
32

સુરત:  સગાઈ થયેલી કોલેજિયન યુવતી જોડે ફ્રેન્ડશીપ કરવા માટે બમરોલીના અક્ષય પટેલે છેડતી કરી તેના મંગેતરને મોબાઈલ વોટસએપ પર ફોટો મોકલી સગાઈ તોડાવી નાખી હતી. ઉપરથી યુવકે યુવતીના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે ડુમસ પોલીસે તેના વિરૂધ્ધ છેડતી, આઈટીએકટ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે આરોપીની તપાસ હાથ ધરી છે.

ડુમસ પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, બમરોલીના સ્કૂલ ફળિયામાં અક્ષય ક્રાંતિ પટેલ પહેલા સરકારની અન્નપૂર્ણા યોજનામાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો અને હાલમાં ગાડી લે-વેચનું કામ કરે છે. પોલીસે જણાવ્યું કે એસવાયબીકોમમાં અભ્યાસ કરતી યુવતીનો નંબર અક્ષયએ તેની બહેનપણી પાસેથી લઈને તેના મોબાઈલ પર ફ્રેન્ડશીપનો મેસેજ કર્યો હતો.વધુમાં 16મી જાન્યુઆરી રાત્રે યુવતી ઘરમાં સૂતેલી હતી તે વખતે અક્ષય ઘરમાં ઘુસી જઈ તેનું મોઢું દબા‌વી બૂમાબૂમ કરશે તો બદનામી થશે એવી ધમકી આપી કપડા ફાડી નાખી છેડતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here