સુરતના ભીમપોરમાં લગ્નમાં ગીત વગાડવા બાબતે ધીંગાણું સર્જાયું

0
34

સુરતઃ ભીમપોરમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. મળતી માહિતી પ્રમાણે લગ્નના વરઘોડામાં વાગતા ગીત બાબતે માછી સમાજે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઈને બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જ્યારે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ પણ નોંધાવી છે.

ભીરમોરમાં શનિવારના રોજ રાત્રે કોળી પટેલોના વરઘોડામાં વાગતા ગીતો બાબતે માછી સમાજે વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો હતો. શનિવારે રાત્રે લગ્ન પુરા થયા બાદ રવિવારે સાંજે ફરી બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. ભીમપોર ગામ ખાતે નાના હીરા સ્ટ્રીટમાં રહેતા વરરાજા નિવસકુમાર વિનોદ ભગતના ઘરે ટોળું ઘસી આવ્યું હતું. ત્યારબાદ બંને પક્ષે સામ સામે મારામારી શરૂ કરી હતી. અને પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે વિનસકુમારની ફરિયાદ લઈ 8 સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે સરજુ મોહન જાપાનની ફરિયાદ લઈ વરરાજા સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here