Monday, October 18, 2021
Homeસુરતના મુગલીસરામાં સુટેડબુટેડ ગેંગ તસ્કરી કરે એ પહેલા લોકો જાગી જતાં પ્લાન...
Array

સુરતના મુગલીસરામાં સુટેડબુટેડ ગેંગ તસ્કરી કરે એ પહેલા લોકો જાગી જતાં પ્લાન નિષ્ફળ બનાવ્યો

સુરતઃશહેર ક્રાઇમ બ્રાંચથી નજીવા અંતરે જ ગત શનિવારે મધ્યરાત્રે મુગલીસરા ખાતે બનેલી ઘટનામાં સ્થાનિક રહેવાસીઓએ સુટેડબુટેડ ગેંગનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. તારીખ 2જી ફેબ્રુઆરીની રાત્રે સ્થાનિક વ્યાપારીના ઘરમાં ચોરી કરવા માટે ચોર ગેંગે ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહોલ્લાના લોકોને ખ્યાલ આવતા તેમજ રોડ પરથી પસાર થતા લોકોનું ટોળુ ભેગું થતાં ચોર ભાગી છુટયો હતો. જોકે તેની સાથે તેના અન્ય સાથીદારો પણ ભાગ્યા હતા. સીસી કેમેરામાં ચોર તેમજ તેની ગેંગના લોકો ભાગતા દેખાય છે.આટલી ગંભીર ઘટના છતાં પાંચ દિવસ બાદ લાલગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ચોકબજારમાં મુગલીસરા રોડ પર એલઆઈસી ઓફિસની બાજુમાં એરો હાઉસમાં રહેતા વ્યાપારી અબ્દુલ વહાબ મોહમદ શબ્બીરના ઘરમાં 2 તારીખે રાત્રે ચોરી કરવાની કોશિશ થઈ હતી. તે સમયે અવાજના કારણે  લોકોને ખ્યાલ આવી જતા તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તે ભાગી ગયો હતો. ત્યારે આસપાસના સીસી ટીવી કેમેરાના ફુટેજ જોતા ચારેક જણાની ટોળકી ત્યાં શંકાસ્પદ રીતે ફરતી હતી. તેમાં એક તો સુટબુટમાં ફરતો દેખાય છે અને હાથમાં બેગ છે જેથી કોઈના પર શંકા નહીં જાય.  અબ્દુલ વહાબે લાલગેટ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર આવી પરંતુ ફરિયાદ લીધી નહતી. પાંચ દિવસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે જ્યાં બનાવ બન્યો ત્યાંથી ક્રાઈમ બ્રાંચ માત્ર અડધા કિલોમીટરના અંતરે છે. ત્યાં કોર્પોરેશનના સીસી કેમેરા લાગેલા છે. હાલ પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં સૌથી વધુ ભયાનક બાબત એ છેકે વેપારીના ઘરમાં ચોરીનો પ્રયાસ કરવા પહેલા ગેંગના ત્રણથી ચાર લોકો મુખ્ય માર્ગ પર જ ઉભા રહીને મિટીંગ કરે છે. ત્યાર બાદ તેઓ અલગ-અલગ પોઇન્ટ પર વિખેરાય જાય છે. એક બીજાનો સંપર્ક કરવા તેઓ મોબાઇલથી એકબીજાને સિગ્નલ આપે છે.

ખુબ જ કુલ માઇન્ડેડ એવી આ ગેંગના સભ્યો જ્યારે એક ચોર પાછળ ટોળુ ભાગે છે ત્યારે બેથી ત્રણ સભ્યો એ લોકટોળામાં સરળતાથી ભળી જાય છે. આ બધી જ બાબતો સીસીટીવી ફુટેજમાં કેદ થયેલી દેખાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments