Tuesday, September 21, 2021
Homeસુરતના મોટા વરાછામાં સાંસદ-ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નોવાળા પોસ્ટર લાગ્યા
Array

સુરતના મોટા વરાછામાં સાંસદ-ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નોવાળા પોસ્ટર લાગ્યા

સુરતઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. અને ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી રહી છે. દરમિયાન સાંસદોને લઈને લોકોમાં રહેલો રોષ બેનર દ્વારા સામે આવી રહ્યો છે. જેમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલી ખોડીયાર નગર સોસાયટીમાં સાંસદ અને ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.

વારંવાર રજૂઆતના પગલે પણ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશોએ ખુલ્લી ચેતવણી આપી છે. જેમાં જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હાર તોરાથી કરીશું. અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments