Thursday, October 21, 2021
Homeસુરતના રૂસ્તમપુરામાં નેપાળી વોચમેને રાંઘણ ગેસ પી લેતા પેટ ફૂલી જતાં તબિયત...
Array

સુરતના રૂસ્તમપુરામાં નેપાળી વોચમેને રાંઘણ ગેસ પી લેતા પેટ ફૂલી જતાં તબિયત નાજૂક

સુરતઃરૂસ્તમપુરામાં એક નેપાળી વોચમેને LPG ગેસ બોટલનો ગેસ પી આપઘાતનો પ્રયાસ કરતા પરિવાર દોડતું થઈ ગયું હતું. પુરૂંન ટુનારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરો પણ કેસ સ્ટોરી સાંભળી ચોંકી ગયા હતા. સિવિલના તબીબો દ્વારા પુરૂનને ઈમર્જન્સીમાં ઓક્સિજન આપી તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. હાલ પુરૂંનની તબિયત નાજુક છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પુરૂંન પિરિન ટુનાર (ઉ.વ. 30) રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને 3 સંતાન સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારની રાત્રે પુરુંને દારૂના નશામાં LPG ગેસ બોટલનો પાઇપ મોઢામાં લઈ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો. જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક પુરૂંનને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતાં.
ડો. ઓમકાર ચૌધરી (CMO, સુરત સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, આવા કેસ ખૂબ જ ઓછા જોવા મળે છે. લગભગ આવા કેસમાં ચોક્કસ સારવાર ની દિશામાં પણ જઈ શકાતું હોય એમ કહેવું મુશ્કેલ છે. LPG ગેસ બોટલનો ગેસ પી લેવો એ એક ગંભીર બાબત કહી શકાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments