Monday, October 18, 2021
Homeસુરતના લિંબાયત નજીક ટ્રેનના ડબ્બા પર ચડી સેલ્ફી લેવા જતાં બે કિશોરને...
Array

સુરતના લિંબાયત નજીક ટ્રેનના ડબ્બા પર ચડી સેલ્ફી લેવા જતાં બે કિશોરને હાઈટેશન લાઈનનો કરંટ લાગ્યો

સુરતઃલિંબાયત વિસ્તારમાં મન્સૂરી હોલ નજીક ટ્રેનના ડબ્બા પર ચઢી સેલ્ફી લેવા જતા બે કિશોર હાયટેન્શન લાઈનના વીજ કરંટથી દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં. 108ની મદદથી બન્ને બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.મહ્ત્વપૂર્ણ છે કે, આ વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતાં અને થોડા દિવસો બાદ તેમની પરીક્ષા છે.

108ના કર્મચારીએ જણાવ્યું હતું કે, હાઈટેન્શન લાઈનના વિજ કરંટથી દાઝી ગયેલા બે પૈકી એક સમીર અબ્દુલ સલામ મન્સૂરી (ઉ.વ. 15) અને નઈમ શેખ રફીક (ઉ.વ.15) રહે, મીઠી ખાડી લાલ બિલ્ડીંગ ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. આજે સવારે લીંબાયત મન્સૂરી હોલ નજીક રેલવે ટ્રેક પર માલગાડી ઉપર ચડીને સેલ્ફી લેવા જતા વીજ કરંટ લાગ્યો હતો. સમીરને કરંટ લાગતા જોઈ બચવવા ગયેલા નઈમને પણ કરંટ લાગ્યો હતો. હાલ બન્ને કિશોરો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મોહમ્મદ અબ્દુલ સલામ મન્સૂરી (સામીના પિતા) એ જણાવ્યું હતું કે, સામી ધોરણ 10 નો વિદ્યાર્થી છે. 7 તારીખથી તેની પરીક્ષા શરૂ થઈ રહી છે. પરિવારમાં સામીને બે નાના ભાઈ છે. તેઓ ઓટો રીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જ્યારે નઇમ રફીક શેખ ને બે ભાઈ અને બે બહેન છે. પરિવારમાં તે સૌથી નાનો છે. આજે 10-12 જેટલા મિત્રો સાથે રેલવે યાર્ડમાં ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારબાદ સામી ટ્રેનના ડબ્બા પર ચઢીને સેલ્ફી કે ટિકટોક વીડિયો બનાવવા જતા હાય ટેન્શન લાઈનના સંપર્કમાં આવી ગયો હતો. છોડાવવા જતા નઇમ પણ દાઝી ગયો હતો. હાલ સામીની તબીયત નાજુક હોવાનું તબીબો કહી રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments