સુરતના વડોદગામમાં પેટ્રોલિંગ કરતી પોલીસ પર હુમલો કરાયો

0
36

સુરતઃ પાંડેસરા વડોદગામમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાન પર કેટલાક અસામાજિકતત્વોએ હુમલો કરતા પોલીસ જવાનો જીવ બચાવી ભાગતા હોવાનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં સુરતમાં પોલીસ જવાન પણ સલામત નથી એ વાત પુરવાર થાય છે. જોકે, આ હુમલામાં 3 પૈકી એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. વાઇરલ થયેલા વીડિયોમાં પોલીસ જવાન પર બેઝબોલ સ્ટીક વડે હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. મધરાત્રે લૂંટ ચલાવતી લૂંટારું ગેંગે પોલીસ જવાનો પર હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here