સુરતના વેપારીએ ચાર કલાકમાં એર સ્ટ્રાઈકની સાડી બનાવી દીધી

0
46

સુરતઃ ગત રોજ વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી 300થી વધુ આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો હતો. આ ઘટનાના સમાચાર જોઈ સુરતના એક વેપારીએ પ્રેણાદાયક પગલું ઉઠાવ્યું હતું. અને એર સ્ટ્રાકઈને લઈને વાયુસેનાના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી ચાર કલાકમાં બનાવી દીધી હતી.

સાડી પર જવાનો, મિરાજ-2000 અને મોદી
સુરતની અભિનંદન માર્કેટના સાડીના વેપારી વિનોદકુમાર સુરાના જૈનએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી આતંકીઓના હુમલામાં દેશના જવાનો શહીદ થતા આવ્યા છે.જેને લઈને સરકારે ઉપાડેલું એર સ્ટ્રાઈકનું પગલું આવકારદાયક છે. જેને પ્રેરણારૂપ બનાવી વાયુસેનાના જવાન અને પીએમ મોદીની પ્રિન્ટવાળી સાડી બનાવવાનો નિર્ણય કર્યો હતો. વિચાર આવ્યા બાદ સાત દિવસમાં બનતી ડિઝાઈનને જાતે બેસી માત્ર ચાર કલાકમાં ડિઝાઈન અને સાડી બનાવી દીધી હતી. જેમાં જવાનો, મિરાજ-2000 અને મોદીની તસવીરનો ઉપયોગ કર્યો છે.આ સાડીને લોકોએ ખૂબ પસંદ કરી છે. અને 2000 જેટલી સાડીઓનો ઓર્ડર પણ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here