Tuesday, December 7, 2021
Homeસુરતના વેપારીએ ચૂંટણી નજીક આવતાં બીલ બુકમાં વોટ ફોર મોદી, મોદી અગેઈનના...
Array

સુરતના વેપારીએ ચૂંટણી નજીક આવતાં બીલ બુકમાં વોટ ફોર મોદી, મોદી અગેઈનના સૂત્રો લખાવ્યાં

સુરતઃજીએસટી અમલમાં લાવનારી ભાજપ સરકાર સમક્ષ જ્યાં એક સમયે વેપારીઓએ જીએસટીનો વિરોધ કરીને મહિના સુધી ધંધો કર્યો ન હતો, ઉપરાંત વિધાનસભા ઇલેકશનમાં તો ‘કમલ કા ફૂલ, હમારી ભૂલ’ના સૂત્રો સાથેની બિલ બુક છપાવી હતી. પરંતુ હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સુરતના બે વેપારીએ પોતાની બિલ બુક પર ‘ વોટ ફોર મોદી, મોદી અગેઇનના સૂત્રો લખાવ્યા છે.

મોદીના કામોથી પ્રભાવિતઃવેપારીઓ

જીએસટીને લઇને હજુયે શહેરના ટેક્સટાઇલ જગતમાં નિરસનો માહોલ છે તેવું રટણ ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા સતત થઇ રહ્યું છે. ત્યાં બીજી તરફ શહેરના કેટલાંક ટેક્સટાઇલ વેપારીઓમાં મોદી પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. રીંગરોડ વિસ્તારની રાધાકૃષ્ણ માર્કેટમાં વિવા ઇમ્પેક્સના નામે દુકાન ચલાવતા રાકેશ સિંઘવીએ પોતાની બિલ બુક પર વડાપ્રધાન મોદીનો ફોટા સાથે વોટ ફોર મોદીનું સૂત્ર છપાવ્યું છે. આજ રીતે કાપોદ્રાના એમ્બ્રોડરી કારખાનેદાર ભરત રંગોલિયાએ પણ પોતાની બિલ બુક પર મોદી અગેઇન, સુરક્ષિત રહે ભારતનું સૂત્ર છપાવ્યું છે. વિવા ઇમ્પેક્સના રાકેશ સિંઘવીના જ્ણાવ્યાનુસાર, મોદીના કામોથી પ્રભાવિત થઇને તેમણે આમ કર્યું છે.

કંકોત્રિ બાદ બીલ બુક

સુરતના જ કેટલાક નવદંપતિઓએ પોતાના લગ્નની કંકોત્રીમાં પીએમ મોદીને મત આપવાની હાકલ કરી હતી..તેવામાં હવે સુરતના કાપડ વેપારીઓ પણ પેકિંગ બિલ મારફતે પીએમ મોદીને વોટ આપવાની હાકલ કરતા દેખાઈ રહ્યા છે..શહેરના એક કાપડ વેપારી દ્વારા પોતાની પેકિંગ બિલ બુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છપાવ્યો છે..અને વોટ ફોર બીજેપીનું સ્લોગન લખાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments