સુરતના સણીયા હેમાદ પાસે ખાડીના પાણીમાં શ્રમિકોના બે બાળકો પડી જતાં શોધખોળની કામગીરી શરૂ

0
62

સુરતઃપુણાગામથી આગળ સણીયા હેમાદ ખાત ખાડી બ્રીજનું કામકાજ ચાલી રહ્યું છે.બ્રીજ બનાવતાં શ્રમિકોના બે બાળકો ખાડીમાં પડી જતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બાળકોની શોધખોળ શરૂ કરી છે. શ્રમિકોના બાળકો ખાડીમાં પડી જતાની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકોનો કાફલો પણ પહોંચી ગયો હતો. ખાડીના ગંદા પાણીમાં બાળકોની શોધખોળ કરવામાં ફાયરને તકલીફો પડી રહી છે. હાલ 108 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય તરીકે ઘટના સ્થળે રાખવામાં આવી છે.

સ્થાનિક શ્રી રામ ચૌહાણે જણાવ્યું હતું કે, બન્ને બાળકો ખાડી ઉપર બનાવવામાં આવેલી લાકડાની રેલીંગ ક્રોસ કરી રહ્યાં હતાં તે દરમિયાન એક પછી એક નીચે ખાડીમાં પડી ગયાં હતાં. ખાડીમાં પડ્યાં બાદ તેણે ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. સાથે જ બાળકોના માતાપિતાને પણ જાણ કરી હતી.

બન્ને બાળકોમાં એક મનોજ રાજુ ચૌહાણ 10 વર્ષનો જે શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટ સારોલીમાં જ રહે છે અને બીજો શિવા રાજુ સૈયામ જે નવ વર્ષનો છે અને તે પણ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં રહે છે. બન્ને બાળકો સારોલીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here