સુરતના સારોલીમાં છ ઘરના તાળા તોડી ચોર કરનારી ટોળકી સીસીટીવીમાં કેદ

0
18

સુરતઃપુણા વિસ્તારમાં સારોલીમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યાં હતાં. હથિયારો સાથે આવેલી તસ્કર ટોળકીએ છથી વધુ મકાનમાં ધાડ પાડી હતી.ધાડપાડુ ટોળકીએ છમાંથી બે મકાનમાં ચોરી કરી હતી. જેમાં એક એનઆરઆઈના મકાનમાંથી રોકડા સહિત વિદેશ ચલણની પણ ચોરી કરી હતી.સાથે સોના-ચાંદીના દાગીનાની પણ ચોરી કરી હતી. હાથમાં હથિયારો લઈને આવતી ધાડપાડુ ટોળીના સભ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં. આ ટોળકીએ તિક્ષ્ણ હથિયારો વડે દરવાજા તોડીને ચોરી કરી હતી. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here