Tuesday, October 26, 2021
Homeસુરતના હજીરામાં 3 વર્ષની બાળકી પર ગેંગરેપ કરનારા સગીરોનું મેડિકલ પરીક્ષણ કરાયું
Array

સુરતના હજીરામાં 3 વર્ષની બાળકી પર ગેંગરેપ કરનારા સગીરોનું મેડિકલ પરીક્ષણ કરાયું

સુરત : હજીરાની 3 વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર કેસમાં તેના પર ગેંગરેપ થયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ક્રાઈમબ્રાંચે ચાર સગીરોને ઝડપી લીધા હતાં. બાદમાં ઉતરાયણની મોડિરાત્રે 1 વાગ્યેને 50 મિનિટે સિવિલ હોસ્પિટલમાં શારિરીક સક્ષમતાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ચારેય સગીરોએ મેડિકલ ઓફિસર સામે ગુનો કબુલી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, આ બાબતે હજુ સુધી પોલીસે સત્તાવાર સમર્થન આપ્યું નથી.

મળતી માહિતિ અનુસાર ત્રણ દિવસ પહેલા ગુરુવારે સાંજે 3 વર્ષની બાળકી રેપ થયો હતો. આ ઘટનાને લઈને નરાધમને પકડવા માટે હજીરા પોલીસ-પીસીબી-ડીસીબી અને એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી. જેમાં ગુરુવારે રાત્રે બાળકીના પડોશમાં રહેતા યુવક સહિત ત્રણને ઉંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પણ પોલીસે કોઈ ચોક્કસ કડી મળી ન હતી. જો કે જે રીતે બાળકી સાથે કૃત્ય કરવામાં આવ્યું તે જોતા પોલીસને સગીર વયના હોવાની શંકા પહેલેથી લાગી હતી. સાદા કપડામાં પોલીસની ટીમ તપાસ માટે જયારે ખુલ્લા ગાઉન્ડ પર પહોંચી ત્યારે કેટલાક સગીરો કિકેટ રમતા હતા. જેના કારણે પોલીસને કેટલીક ચોકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેના આધારે પોલીસે 14 વર્ષના સૂરજ, 12 વર્ષના સચીન અને અન્ય એક સૂરજ સહિત ચાર સગીરોની ક્રાઈમબ્રાંચે પૂછપરછ કરી હતી. જેના આધારે ગુનો ઉકેલાયો હોવાની વાત સામે આવી રહી છે. પોલીસે મેડિકલ પરિક્ષણ પણ કરાવ્યું હોવાની વાત સામે આવી રહી છે.

સૂરજ નામના સગીરે તેના અન્ય ત્રણ મિત્રોને બોલાવ્યાં હોવાનું પુછપરછ દરમિયાન સામે આવી રહ્યું છે. અન્ય ત્રણ સગીરોએ કહ્યું હતું કે, અમને સૂરજે આ કામ કરવા માટે કહ્યું હતું. અને વારાફરતી તમામે બદકામ કર્યું હોવાની કબુલાત કરી હોવાનું કહેવાય રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments