Tuesday, December 7, 2021
Homeસુરતના GST કમિશનર સિંઘલે ટેક્સટાઈલ વેપારીઓને કહ્યું .......
Array

સુરતના GST કમિશનર સિંઘલે ટેક્સટાઈલ વેપારીઓને કહ્યું …….

સુરત: છેલ્લાં એક મહિનાથી ઇ-વે બિલની ચકાસણીમાં સીજીએસટી ના અધિકારીઓની વધેલી કનડગત અંગે આજે ફોગવાના અગ્રણીઓ અને અન્ય વિવર્સ જોઇન્ટ કમિશનર અમિત સિંઘલને મળવા ગયા હતા, ત્યારે વેપારીઓનો કડવો અનુભવ થયો હતો.

કેટલાંક વેપારી ચોરી કરતાં હશે પરંતુ તમે બધાંને ચોર ન કહી શકો

વેપારીઓ અધિકારીની કેબિનમાં પ્રવેશી હજી સરખાં બેસે એ પહેલાં જ અધિકારીએ એક ફાઇલ હાથમાં લઇ જણાવ્યુ હતુ કે ‘દેખો 5000 કરોડ રૂપિયે કે ઘોટાલે કી ફાઇલ હે, સુરતમે સબ વેપારી ચોર હે ’.આટલુ જ કહેતા વેપારીઓએ એક સૂરમાં કહ્યુ હતુ કે અમે 600 કરોડની ક્રેડિટ ગુમાવી છે, કેટલાંક વેપારી ચોરી કરતાં હશે પરંતુ તમે બધાંને ચોર ન કહી શકો.

સિંઘલે કંઇ પણ કહેવાથી ઇન્કાર કર્યો

શરૂઆતની ગરમાગરમી બાદ બાદમાં વેપારીઓનો ગુસ્સો જોઇને અધિકારીએ તેમની વાતો સાંભળી હતી. આજની ઘટના અંગે જ્યારે ‘CN24NEWS’ એ જોઇન્ટ કમિશનર અમીત સિંઘલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઇ પણ કહેવાથી ઇન્કાર કર્યો હતો.

ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ રૂપિયા દસ હજાર કરોડ

સુરતમાં બનેલાં પોલીસ સ્ટેશન હોય કે ટેક્સટાઇલ માર્કેટમાં નવુ પોલીસ સ્ટેશન બનાવવાની વાત હોય વેપારીઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે. ટીઆરબીનો પગાર હોય કે આફતો વચ્ચે દાનનો ધોધ વહેડાવવાનો હોય ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓ આગળ રહેતા હોય છે. પાંડેસરા જીઆઇડીમાં સીસી રોડ પણ મીલ માલિકોના દાનથી જ બન્યો છે. પોલીસને બાઇક પણ આપવામાં આવી છે. દેશભરમાં વખાણાતા સીસીટીવી મોડલને પણ દાનથી જ સફળ બનાવાયુ છે. જીએસટીમાં કુલ 3.50 લાખ વેપારીઓ નોંધાયા છે. તેમાં ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ રૂપિયા દસ હજાર કરોડ છે.

આવા અધિકારીનું સુરતમાં શું કામ?

એક તરફ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ કહે છે કે, 2035 સુધી સુરત વિશ્વનું પહેલા નંબરનું વિકસીત શહેર હશે, અને બીજી તરફ સરકારી બાબુ કહે છે કે, સુરતના વેપારીઓ ચોર છે. વેપારી આલમમાં ચર્ચા હતી કે, સુરતમાં આવા અધિકારીને શા માટે નોકરી કરવા દેવી જોઇએ.

ટેક્સ પણ ભરતા નથી

વેપારીઓને ચોર ગણાવ્યા બાદ અધિકારીએ વેપારીઓને આ પણ કહ્યુ કે તમારે ટેક્સ બચાવવો છે, યોગ્ય ટેક્સ ભરવો નથી. તો સામે વેપારીઓએ કહ્યુ કે અમે તો ક્રેડિટ માટે લડી રહ્યા છે. ટેક્સ ભરવામાં અમને કોઇ વાંધો નથી.

વેપારીઓ કેમ મળવા ગયા

ગ્રે કાપડ પર મુક્તિ હોવા છતાં સ્થાનિક અધિકારીઓ ઇ-વે બિલ માંગી દંડ ફટકારે છે. 10 કિ.મી.ની મુક્તિ હોવા છતાં અધિકારીઓ કનડગત કરે છે, ખોટી રીતે ટેમ્પો અટકાવે છે. મર્યાદા વધારીને 50 કિ.મી. કરવી જોઇએ.

અમે કેબિનમાં ગયા ને અધિકારીએ પોત પ્રકાશ્યું

હજી અમે કેબિનમાં પ્રવેશ્યા અને તરત જ અધિકારી કહ્યુ કે, આટલા બધા જણાં શું કામ આવ્યા છો? અને હજુ તો બેઠા નહીં ત્યાં જ ફરી ઉચ્ચાર્યુ કે સુરતના બધા વેપારી ચોર છે. એટલે અમે તરત જ કહ્યુ કે તમે બોલવામાં ધ્યાન આપો, બધા વેપારી ચોર નથી હોતો.-અશોક જીરાવાલા, પ્રમુખ, ફોગવા

મારે આ મામલે કંઇ નથી કહેવું

‘મારે ફોન પર કોઇ વાત નથી કરવી’દિવ્ય ભાસ્કરે સમગ્ર ઘટના અંગે અધિકારીનું મંતવ્ય જાણવા ફોન કર્યો હતો.-અમિત સિંઘલ, જોઇન્ટ કમિશનર, સીજીએસટી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments